શિફ્ટ અવર્સ પતી જાય પછી કામ કરવું કોને ગમે! મોટા ભાગના લોકો શિફ્ટ પતે એટવે વસ્તી કરવાના મૂડમાં હોય છે પરંતુ આવું કોઈ રનિંગ પ્લેનનો પાયલટ કરે તો! જી હા પાકિસ્તાનના એક પાયલટે પ્લેનની જર્ની પૂરી કરવાની ઘસીને ના પાડી દીધી કારણ કે તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી.
પાકિસ્તાનની નેશનલ એર કેરિયર PIA (પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની ફ્લાઈટ ગયા રવિવારે રિયાધથી ઈસ્લામાબાદ આવવાની હતી. સાઉદીમાં ખરાબ વાતાવરણને કારણે પ્લેનનું દમામ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
ઈમર્જન્સી લેન્ડિંગ બાદ પાયલટે પ્લેન ઉડાવાની ના પાડી
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ પ્રમાણે, આ ઈમર્જન્સી લેન્ડિંગ બાદ પાયલટે પ્લેનની જર્ની પૂરી કરવા માટે ના પાડી દીધી કારણ કે તેની વર્કિંગ શિફ્ટ પૂરી થતી હતી. પાયલટે પ્લેન ઉડાવાની ના પાડી દીધી તો સામે પેસેન્જર્સે પણ જિદ્દ કરી પ્લેનમાંથી ઉતરવાનું નામ ન લીધું.
દમામ એરપોર્ટની ઓથોરિટીએ મધ્યસ્થા કરી
સ્થિતિને જોતાં દમામ એરપોર્ટની ઓથોરિટીએ સિક્યોરિટી બોલાવી. પેસેન્જર્સને હોટેલમાં રહેવા માટે મનાવાયા અને પ્લેનની ઉડાન તે સમયે રદ્દ કરાઈ.
પાયલટ આરામ કરે તે જરૂરી
PIAના પ્રવક્તાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું કે, ફ્લાઈટની સેફ્ટી માટે પાયલટ આરામ કરે તે જરૂરી છે. આ ફ્લાઈટના તમામ પેસેન્જરને ઈસ્લામાબાદ પહોંચાડવામાં આવ્યા હતા.