પૂનમની રાત હોવાથી આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ઉગ્યો હતો. વરસાદની ઋતુ હોવા છતાં આકાશમાં છુટા-છવાયા વાદળો જ દેખાતા હતા. આમ છતાં વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ સારા એવા હતા. ગયા અઠવાડિયે વરસાદ એક કલાક પણ બંધ નહોતો થયો.
દુર્ગેશ આજે ગામના તળાવના કિનારે આવી બેઠો હતો. આવા વાતાવરણમાં તળાવનો કિનારો કોઈ કવિને કવિતા કરવા પ્રેરે એટલો સુંદર હતો. આકાશમાં પ્રકાશતો ચંદ્ર અને ટમટમતા તારાઓ, અને તળાવના પાણીમાં પડતા પ્રતિબિંબ. કુદરતે પોતાના બે હાથે આજે સુંદરતા વર્ષાવી હતી.
દુર્ગેશ વ્યથિત હતો. તેને આ સુંદરતામાં કોઈ રસ નહોતો પડતો. સુંદરતામાં પણ નિરસતા અનુભવાતી હતી. તળાવના પાણી તેને દુશ્મન સમાન લાગતા હતા.
દુર્ગેશની આ સ્થિતિ માટે એક ઘટના જવાબદાર હતી.
ગયા મહિને તેની સગાઈ સુમન સાથે થઈ હતી. બે-ચાર દિવસોમાં તો સુમન સાથે પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ. સુમન પણ આ જ ગામની હતી, એટલે દુર્ગેશને મળવા માટે ખાસ સ્થળે અને ખાસ સમયે જવાની કોઈ જરૂર નહોતી. એમજ આવતા જતા મેલ-મિલાપ થઇ જતો.
ક્રમશઃ
(મારી ટૂંકી વાર્તા. આ વાર્તા વાંચીને અભિપ્રાય આપવા માટે વિનંતી)
HJR