ટાટા ગ્રુપને કંટ્રોલ કરનાર ટાટા સન્સને 104 વર્ષમાં પ્રથમવાર સીઇઓ મળી શકે છે. કંપનીના લીડરશિપ સ્ટ્રક્ચરને રિઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યું છે અને ગવર્નેંસ સ્ટાન્ડર્ડમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કંપનીમાં સીઇઓની પોઝિશન બનાવવા માટે વિચાર કરાઇ રહ્યો છે. આ વાત બ્લૂમબર્ગની એક રિપોર્ટમાં સામે આવી છે. અત્યાર સુધી ટાટા સન્સની કામગીરી અને પોર્ટફોલિયોને કંપનીઓમાં રોકાણને તેમના કારોબારી ચેરમેન જોઇ રહ્યા હતા. પ્રસ્તાવિત યોજના અનુસાર, સીઇઓ 153 વર્ષ જૂના ટાટા ગ્રુપને બિઝનેસને દિશા દેખાડશે જ્યારે ચેરમેન શેરહોલ્ડર તરફથી સીઇઓના કામકાજ પર નજર રાખશે.
ટાટા ટ્રસ્ટ અને રતન ટાટાની પરવાનગી જરૂરી
બ્લૂમબર્ગે સૂત્રોના હવાલાથી કહ્યું કે, લીડરશિપ સ્ટ્રક્ચરમાં બદલાવ માટે ટાટા ટ્રસ્ટસના ચેરમેન રતન ટાટાની મંજૂરીને હમત્ત્વપૂર્ણ માનવામા આવી રહી છે. ટાટા સન્સના હાલના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનનો કાર્યકાળ ફાબ્રુઆરીમાં સમાપ્ત થઇ રહ્યો છે પરંતુ તેમને એક્સટેંશન આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. સીઇઓની પોસ્ટ માટે ટાટા સ્ટીલ લિમિટેડ સહિત વિભિન્ન કંપનીઓના પ્રમુખોના નામ અંગે વિટારી રહ્યું છે. સૂત્રો અનુસાર, અત્યાર સુધી આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પ્લાન અને માહિતીમાં ફેરબદલ થઇ શકે છે.
સીઇઓની પોસ્ટ હવે કેમ?
ટાટા ગ્રુપની લીડરશિપમાં ફેરબદલની યોજના સેબીની ભલામણોને અનુરૂપ છે. સૂત્રો અનુસાર સેબીનું કહેવું છે કે, સારા કામકાજ માટે દેશની ટૉપ-500 લિસ્ટેડ કંપનીઓમાં એપ્રિલ2022 સુધી ચેરમેન અને સીઇઓ અલગ-અલગ હોવા જોઇએ. જોકે ટાટા સન્સ લિસ્ટેડ કંપની નથી. પરંતુ ફેરબદલથી તેઓને નિયમના અનુપાલનમાં મદદ મળશે. ટાટા ગ્રુપ 100થી વધુ બિઝનેસ કરે છે અને તેમની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 2 ડઝનથી વધુ છે. 2020માં ગ્રુપનું કંબાઇન્ડ વાર્ષિક રેવેન્યૂ 106 અબજ ડૉલર હતું. ટાટા ગ્રુપના કર્મચારીઓની સંખ્યા 750,000 છે.
નવા ગ્રુપ સીઇઓ સામે હશે મોટા પડકાર
ગ્રુપના નવા સીઇઓને ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવાનો રહેશે. ટાટા સ્ટીલ પર 10 અબજ ડૉલરનું દેવું છે, જ્યારે ટાટા મોટર્સ સતત ત્રણ વર્ષથી નુક્સાનમાં છે. ડિજિટલ સ્પેસમં બિઝનેસ વધારવાની કંપનીની યોજના અત્યાર સુધી આગળ નધી શકી નથી. ટાટા ગ્રુપની પાસે કંસલ્ટેંસી સર્વિસીઝ (TCS)ના રૂપમાં એશિયાની સૌથી મોટી કંપની સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડર છે પરંતુ ઇ-કોમર્સ બિઝનેસ માટે સુપરએપ લોંચ કરવાની તેમની યોજના હજુ સુધી સફળ થઇ શકી નથી.