આતુરતાનો અંત આવ્યો અને આજથી રિટેલ રોકાણકારો દેશના સૌથી મોટા LIC IPOમાં અરજી કરી શકશે. LIC નો IPO સામાન્ય રોકાણકારો માટે 4 મે થી 9 મે સુધી ખુલ્લો રહેશે, જે દરમિયાન તમે આ IPO માં અરજી કરી શકશો.
રિટેલ રોકાણકારો માટે, એલઆઈસીના આઈપીઓમાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે, પોલિસી હોલ્ડર્સ, એલઆઈસી કર્મચારીઓ અને રિટેલ રોકાણકારો. અરજી કરતા પહેલા રિટેલ રોકાણકારોના મનમાં ઘણા પ્રશ્નો છે કે આ IPO માટે અરજી કરવા માટે તેમને કેટલા પૈસા રોકાણ કરવા પડશે. ઉપરાંત તેમને કેટલા શેર મળવાની શક્યતા છે? ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબ-
જો તમે LIC પોલિસી લીધી છે એટલે કે તમે LIC ઇન્શ્યોરન્સ ધારક છો તો તમને IPO માં અનામત સાથે કિંમતમાં છૂટ મળશે. LIC પોલિસી ધારકને આ IPOમાં 10 ટકા અનામત મળશે. આ સિવાય પોલિસી હોલ્ડર્સ માટે IPOમાં શેર દીઠ 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
પોલિસીહોલ્ડર્સે આટલા પૈસાનું રોકાણ કરવું પડશે
જો તમે LIC પોલિસી હોલ્ડર્સ છો, તો IPO માં કેટલા પૈસા રોકાણ કરવા પડશે. LIC IPO ની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 ની રેન્જમાં છે અને તેમાં 15 શેર છે. જો તમે પોલિસી ધારક ક્વોટામાંથી IPO માં અરજી કરો છો તો અપર પ્રાઇસ બેન્ડ (949-60=889×15= રૂ. 13,335) અનુસાર એટલે કે કુલ રૂ. 13,335નું રોકાણ કરવું પડશે. આ જ રીતે પોલિસી ધારકને એક લોટ IPOની અરજી પર કુલ રૂ.900નું ડિસ્કાઉન્ટ મળશે.
LIC કર્મચારીઓને પણ છૂટ આપવામાં આવી છે
LIC કર્મચારીઓને આ IPOમાં અરજી કરવા પર પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, અપર પ્રાઇસ બેન્ડ અનુસાર તેમને એક લોટની અરજી પર 13560 રૂપિયા ચૂકવવા પડશે. રિટેલ રોકાણકારો અને LIC કર્મચારીઓ એક લોટ લાગુ કરવા પર 675 રૂપિયા બચાવશે.
જો તમે LIC પોલિસી ધારક અને કર્મચારી નથી તો અપર પ્રાઇસ બેન્ડ અનુસાર 14235 રૂપિયાનું રોકાણ કરવું પડશે. IPOનું ઇશ્યૂ કદ રૂ.21000 કરોડ છે અને લગભગ 22.14 કરોડ શેર IPO દ્વારા વેચવામાં આવશે.
LIC IPO માટે અરજી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
જ્યારે તમે IPO માટે અરજી કરશો ત્યારે તમને રિટેલ ઇન્વેસ્ટર કેટેગરીમાં ત્રણ વિકલ્પો મળશે તેને યોગ્ય રીતે પસંદ કરો.
1. New
2. Policyholders
3. Employee
પહેલો વિકલ્પ
જો તમે LIC પોલિસી હોલ્ડર્સની કેટેગરી પસંદ કરો છો તો આ કેટેગરી પસંદ કરવા પર તમને LIC IPOમાં 10 ટકા રિઝર્વેશન મળશે. આ સિવાય પોલિસી હોલ્ડર્સ માટે IPOમાં શેર દીઠ 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
બીજો વિકલ્પ
બીજી તરફ જો તમે એલઆઈસીના કર્મચારી છો તો તમારે કર્મચારી કેટેગરી પર ક્લિક કરવું પડશે. આ IPOમાં અરજી કરવા પર LIC કર્મચારીઓને પ્રતિ શેર 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
ત્રીજો વિકલ્પ
જો તમે LIC પોલિસી હોલ્ડર્સ નથી અથવા તમે LIC ના કર્મચારી નથી તો તમારે સામાન્ય કેટેગરી એટલે કે Newને પસંદ કરવું પડશે. જો તમે આ કેટેગરીમાં અરજી કરો છો તો તમારે અપર પ્રાઇસ બેન્ડ અનુસાર 14,235 રૂપિયા ચૂકવવા પડશે.
આ IPO દ્વારા સરકાર પોતાનો 3.5 ટકા હિસ્સો વેચીને 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. ત્યારે આ ભારતના ઈતિહાસનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. સરકારે નાણાંકીય વર્ષ 2022-23માં ડિસઇન્વેસ્ટમેન્ટથી 65 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.