બ્રેસ્ટ cancer ના કેસ આજ કાલ બહુ જ વધી ગયા છે. આ એક બહુજ ખતરનાખ બીમારી છે. બ્રેસ્ટ કેન્સર ના કેસ પુરુષો કરતા મહિલાઓ માં વધુ જોવા મળે છે. 30 થી 40 ની ઉમર ઘરાવતી મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખુબ જ વધી ગયો છે. આજે અમે તમને એવા અમુક ખોરાક વિષે જણાવીશું જે ખાઈ ને આ બીમારી થાય છે. ચાલો જાણીએ એવા ખોરાક વિષે.
દૂધ ને બહુ જ પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજ કાલ દૂધ મેં એટલી બધી ભેળ શેળ કરવામાં આવે છે જેના લીધે દૂધ ઝેર બનતું જાય છે. ખેડૂતો વધુ દૂધ મેળવવા માટે જાનવરો ને હોર્મોન્સ ના ઇન્જેક્શન લગાવતા હોય છે. જે દૂધ દ્વારા આપણા શરીરમાં જઈ અને શરીર ને નુકશાન પહોચાડે છે. ઓક્સીટોસીન એવું ઇન્જેક્શન છે જેના લીધે વધુ દૂધ મેળવી શકાય છે. ખેડૂતો ને તો આ ના લીધે ફાયદો થાય છે પરંતુ આ ના લીધે મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સર ના કેસ ખુબ વધી ગયા છે.
Non Veg. ખાવું ઘણા લોકો ને પસંદ હોય છે. અને નોન વેજ માંથી ઘણા પોષક તત્વો અને તાકાત મળે છે આ વાત સત્ય છે. પરંતુ રેડ મીટ ખાવાનું ટાળવું જોઈએ. એમાં રહેલું ફેટ ખુબ જ હાનીકારક હોય છે અને રેડ મિટ ના લીધે કેન્સર થવા નો ભય રહે છે.
દરેક પ્રકારના ફેટ ખતરનાખ નથી હોતા પરંતુ પ્રોસેસ્ડ ફૂડ માંથી મળતું ફેટ ખુબ જ હાની કારક હોય છે. કેક, પેસ્ટ્રી, બિસ્કીટ આવા બધા ફાસ્ટ ફૂડ માંથી જે ફેટ મળે છે એ બ્રેસ્ટ કેન્સર થવાનું કારણ બને છે.
આ વાત તો તમને ખબર જ હશે કે વધુ મીઠું ખાવાથી Diabetes થવાનો ભય રહે છે. પણ એક રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે વધુ સ્વીટ ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાનો ભય રહે છે. કારણકે ખાંડ માં તત્વો ના લીધે સુગર લોઈ માં વધુ જાય છે. જેના લીધે શરીરનું સંતુલન બગડે છે. અને આ તત્વો કેન્સર ના સેલ્સ નો વધારો કરે છે.
બની શકે તો ક્યારેય પણ વનસ્પતિ ઘી અને તેલ નો ઉપયોગ કોઈ દિવસ ન કરવો જોઈએ. આ સિવાય સન ફ્લાવર ઓઈલ, સોયાબીન ઓઈલ આવા કોઈ તેલનો ઉપયોગ કોઈ દિવસ ન કરવો. આ બધા ના લીધે breast cancer થવાનો ભય રહે છે.