આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ, ખાનપાન અને યોગની ખામીના કારણે અનેક લોકો બેલી ફેટની સમસ્યાથી લડી રહ્યા છે. બેલી ફેટ એટલે કે પેટની ચરબી વધવાનું સરળ છે તેટલું જ મુશ્કેલ છે. અનેક યુવાઓમાં ગમે તે ખાઈ લેવાની આદતના કારણે પણ ઓછી ઉંમરમાં બેલી ફેટ જોવા મળે છે. અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે પેટની ચરબીને ઓછી કરવા માટે એક્સરસાઈઝની સાથે સાથે સંતુલિત આહારની જરૂર છે. ફક્ત કસરતની મદદથી બેલી ફેટને ઘટાડવામાં સફળતા મળી જતી નથી. તેનાથી તમારું શરીર નબળું બને છે, આ માટે વ્યાયામની સાથે સાથે ભોજન પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
આ ડ્રિંક કરશે તમારી મદદ
જો તમે વજન ઘટાડવા માટે ફક્ત ફૂડ પર આધાર રાખો છો તો તમારા માટે તે એક હેલ્ધી કે ઈફેક્ટિવ ડ્રિંક કારગર રહેશે. આ ડ્રિંક એ દૂધીમાંથી તૈયાર કરાય છે. દૂધીનો જ્યૂસથી અનેક લોકો સામાન્ય રીતે દૂર ભાગે છે પણ જો તમે બેલી ફેટ ઓછું કરવા ઈચ્છો છો તો તમે આ જ્યૂસની મદદ લઈ શકો છો. આવું એટલા માટે કે આ જ્યૂસના અનેક ફાયદા છે. દૂધીનો જ્યૂસ ફક્ત તમારા પેટની ચરબીને ઘટાડશે અને સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાને પણ દૂર કરશે.
શું વજન ઘટાડવામાં મદદ કરશે દૂધીનો જ્યૂસ
દૂધી વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ દૂધીનો જ્યૂસ મેટાબોલિઝમને વધારી શકે છે અને વજન ઘટાડી શકે છે. દૂધીમાં કેલેરી ઓછી હોય છે. આ કારણે તેને વજન ઘટાડવા માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય 100 ગ્રામ દૂધીમાંથી ફક્ત 15 કેલેરી અને ફક્ત 1 ગ્રામ ફેટ મળે છે.
ફાઈબરથી ભરપૂર છે દૂધી
દૂધી ફાઈબરથી ભરપૂર શાક હોય છે જે તમને ઓવરઈટિંગથી બચાવે છે. ફાઈબર ખાવાનું સારી રીતે પચવામાં મદદ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને આગળ વધારવાનું કામ કરે છે. અનેક હેલ્થ એક્સપર્ટ એકસ્ટ્રા વેટને ઘટાડીને પેટની ચરબીને ખતમ કરવા માટે શાકનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. સવારનો સમય દૂધીના જ્યૂસ માટે સારો માનવામાં આવે છે કેમકે તમારું મેટાબોલિઝમ સવારે મેટાબોલિઝમ સ્ટ્રોંગ હોય છે અને આ કારણ છે ક તમારે દૂધીના જ્યૂસને સવારે પીવો જોઈએ.
રોજ સવારે પીઓ
વજન ઘટાડવા માટે દૂધીના જ્યૂસનું રોજ સેવન કરો. ધ્યાન રાખો કે તમે દૂધીના જ્યૂસમાં અન્ય શાક મિક્સ ન કરો. ફક્ત દૂધીને છોલીને તેને નાના ટુકડામાં કાપો અને તેનો જ્યૂસ કાઢી લો. તમે તેમાં થોડું મીઠું, લીંબુનો રસ અને ફૂદીનાના પાનને મિક્સ કરો. આ સિવાય જ્યૂસને ગાળો નહીં. આમ કરવાથી તેમાં ફાઈબર નીકળી જશે. એક વાત એ પણ ધ્યાન રાખો કે બનાવ્યા બાદ જ્યૂસને તરત જ પી લો, જો તમે તેને થોડીવાર રાખી મૂકશો તો તેની અસર ખતમ થઈ જશે.