અફઘાનિસ્તાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, 130થી વધુ લોકોના મોત થયા છે. પાકિસ્તાનની ધરા પણ ધ્રુજી ગઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.
#BREAKING According to the Taliban spokesman, due to last night's earthquake (magnitude 6.1), hundreds of people killed and wounded in four districts of #Paktika Province of Afghanistan. According to the sources more than 255 people have lost their lives & around 155 are injured pic.twitter.com/26cXbDYhqk
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) June 22, 2022
અફઘાનિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપમાં 200થી વધારે લોકોના મોત થયા છે.
Earthquake kills more than 250 in Afghanistan, most devastating in Paktika province, 1250 injured so far in last night's quake, rescue teams begin relief work.#Afghanistan #Kabul pic.twitter.com/3fxPuq0D9h
— KNN (@KNN_NEWS_) June 22, 2022
પાકિસ્તાનમાં ઘણાં શહેરોમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો
પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે ભૂકંપના ઝટકા ઈસ્લામાબાદ સહિત ઘણાં શહેરોમાં અનુભવાયા છે. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે, ભૂકંપના આ ઝટકાનો અમુક સેકન્ડ સુધી અનુભવ થયો હતો અને તેના કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલાં શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. તેમાં ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલ્તાનમાં આ ઝટકાનો અનુભવ થયો હતો. આ ઝટકા ફૈસલાબાદ, એબટાબાદ, સ્વાત, બુનેર, કોહાડ અને મલકાંડીમાં પણ અનુભવાયા હતા.
ભૂકંપની હચમચાવી દે તેવી તસવીરો
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને તે હલચલ પછી ભૂકંપ આવે છે.