;
  • May 18,2021

    ગંગા કિનારે એક કિમી સુધી દફનાવવામાં આવ્યા મૃતદેહો, પંડિતોએ આપ્યો મોતનો અસલી ચિતાર

    ઉત્તર પ્રદેશના ગંગા કિનારે મૃતદેહો મળવાનું ચાલું છે. પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામની પાસે મોટી સંખ્યામાં મૃતદેહો ગંગા કિનારે દફનાવવામાં આવ્યા છે. સ્થિતિ એ છે કે એક છેડેથી બીજા છેડા સુધી ફક્ત મૃતદેહો જ જોવા મળી રહ્યા છે. અહીં લગભગ એક કિલોમીટરના અંતરમાં દફન મૃતદેહોની વચ્ચે એક મીટરનું અંતર પણ નથી. કિનારાની બંને તરફ જ્યાં સુધી નજર જાય છે, ત્યાં સુધી મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.

    Read More
  • May 11,2021

    બિહારમાં ગંગા નદીમાં 150 મૃતદેહો તણાઈ આવતા અરેરાટી

    દેશમાં કોરોના મહામારીની ભીંસ વધતી જાય છે અને તેના પગલે લોકોના મોટી સંખ્યામાં મૃત્યુ થઈ રહ્યા છે. હવે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. બિહારના બક્સર અને તેની આસપાસના પ્રાન્તમાં સોમવારે ૧૫૦થી વધારે મૃતદેહો ગંગા નદીમાં તણાઈને આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોરોનાગ્રસ્ત મૃતદેહો છેલ્લાં કેટલાક સમયથી તેમના વિસ્તારોમાં સતત તણાઈને આવી રહ્યા છે અને તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.

    Read More
  • Apr 29,2021

    વધુ સત્તાઓ સાથે હવે LG દિલ્હીનાં ઇનચાર્જ : કેજરીવાલ નામના જ CM

    કોરોનાને કારણે દિલ્હીમાં સ્થિતિ બેકાબૂ બન્યા પછી કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે ત્યાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) કાયદો GNCTD અમલી બનાવ્યો છે. માર્ચમાં સંસદમાં સરકાર દ્વારા આ અંગે ખરડો રજૂ કરાયો હતો અને તેને કાયદાનું સ્વરૂપ અપાયું હતું.

    Read More
  • Jun 28,2020

    LAC વિવાદ પર શરદ પવારે રાહુલ ગાંધીની ઝટાકણી કાઢી, અમે 1962ને ભૂલ્યા નથી, જ્યારે ચીને...

    Admin

    નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવારે એલએસી વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા મામલે રાજનીતિકરણ ના કરવાનું જણાવ્યું ઉપરાંત 1962ના યુદ્ધની યાદ અપાવતા જણાવ્યું કે, તે સમયે ચીને ભારતની 45 હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબ્જો જમાવ્યો હતો. હાલ મને ખબર નથી કે ચીને ભારતની કેટલી જમીન પર કબ્જો મેળવ્યો છે, પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે ભૂતકાળને યાદ રાખવાની જરૂર છે.

    Read More
  • Dec 23,2019

    ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત 10મી સીરિઝ જીતી, કટકમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો

    Admin

    વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 5 વિકેટે 315 રન કર્યા, પૂરને 89 અને પોલાર્ડે 74* રન ફટકાર્યા જવાબમાં ભારતે 48.4 ઓવરમાં મેચ જીતી, કોહલીએ 85, રાહુલે 77 અને રોહિતે 63 રન કર્યા ભારતે આ પહેલા કટકમાં ઇંગ્લેન્ડ સામે 2008માં 273 રન ચેઝ કર્યા હતા ભારત 2006થી વેસ્ટ ઇન્ડિઝ સામે એકપણ સીરિઝ હાર્યું નથી, ઘરઆંગણે 6 વાર જીત્યું ત્રણ મેચમાં 258 રન કરનાર રોહિત મેન ઓફ ધ સીરિઝ અને કોહલી મેન ઓફ ધ મેચ બન્યો

    Read More
Top