યુરોપના ઝુરિચમાં સાડા છ કરોડ વર્ષ જૂન ટાયરનોસોરસ રેક્સ (T-Rex)ડાઈનોસોર હાડપિંજરની હરાજી થઈ હતી. અમેરિકાના એક પ્રાઇવેટ કલેકટર પાસેથી યુરોપના એક મોડર્ન આર્ટ કલેકટરે 6.1 મિલિયન ડોલર (અંદાજે રૂ. 50.15 કરોડ)માં આ સ્કેલેટન હરાજીમાં ખરીદ્યું હતું.
અમેરિકાથી 9 વિશાળ બોક્સમાં લાવવામાં આવ્યું
આ 12.8 ફૂટ ઊંચા હાડપિંજરને અમેરિકાથી 9 વિશાળ બોક્સમાં લાવવામાં આવ્યું હતું. આ સ્કેલેટન ત્રણ અલગ અલગ ડાઈનોસોરના હાડકાંમાંથી બનાવવામાં આવ્યું છે અને એટલે જ તેનું નામ ટ્રિનિટી રાખવામાં આવ્યું છે. આ હાડકાં 2008 અને 2013ની વચ્ચે મોન્ટાના અને વ્યોમિંગમાં હેલ ક્રીક અને લાન્સ ક્રીકમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.
કમ્પોઝિટ સ્કેલેટનમાં 293 હાડકાં
ઓક્શન કરનાર કંપની કોલેરના જણાવ્યા પ્રમાણે, યૂરોપમાં પહેલીવાર ડાઈનોસોરના સંપૂર્ણ હાડપિંજરની હરાજી થઈ છે. અત્યાર સુધીમાં દુનિયામાં 3 સંપૂર્ણ ડાયનોસોરની હરાજી થઈ છે. આ કમ્પોઝિટ સ્કેલેટનમાં 293 હાડકાં છે. હરાજી વખતે માત્ર માથાનો ભાગ જ મુખ્ય હોલમાં રાખવામાં આવ્યો હતો.