અમદાવાદમાં ભારે વરસાદથી વાહનોની નંબર પ્લેટ નીકળી ગઇ હતી. જેમાં વરસાદમાં પડી ગયેલી નંબર પ્લેટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં નંબર પ્લેટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં પાણી ઓસરતાં સેવાભાવીઓએ નંબર પ્લેટ ભેગી કરી છે. તેમાં 50થી વધુ નંબર પ્લેટને ગોદરેજ ગાર્ડન પાસે મૂકી છે.
ભારે વરસાદને કારણે અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ
ઉલ્લેખનીય છે કે જે તે વાહનચાલક પોતાની નંબર પ્લેટ લઈ જઈ શકે છે. તેમાં શહેરમાં ગોદરેજ ગાર્ડન સિટી ખાતે નંબર પ્લેટનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. રવિવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. પાણી ઓસરતાં સેવાભાવી વ્યકિતે નંબર પ્લેટ ભેગી કરીને મૂકી છે. તેમાં 50થી વધુ નંબર પ્લેટને ગોદરેજ ગાર્ડન પાસેનાં ક્રોસ રોડ પર મૂકી છે. જે તે વાહનચાલક પોતાની નંબર પ્લેટ લઈ જઈ શકે છે. નંબર પ્લેટનું ફિટમેન્ટ વ્યવસ્થિત ન કરતા અનેકની નંબર પ્લેટ નીકળી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, અમરેલી, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 20 સપ્ટે.એ કચ્છ, પાટણ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 20 સપ્ટે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ભરુચ, આણંદ, સુરત, ભાવનગરમાં યલો એલર્ટ છે.