વનરક્ષક કથિત પેપરકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પરીક્ષા શરૂ થયા પહેલા જ આરોપીને ધાબે બેસાડ્યો હતો. તથા સવારે 9 વાગ્યે સુમિતને શાળાના ધાબે બેસાડ્યો હતો. જેમાં પેપર સોલ્વ કરવાની જવાબદારી સુમિત ચૌધરીને સોંપાઈ હતી. તથા રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર છે.
પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી કરી
તેમજ વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તથા પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી કરી હતી. જેમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરતા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ટેકેદારોને પ્રવેશ ન આપતા ધારાસભ્યો દ્વારા વિરોધ કરાયો હતો.
વન રક્ષકની પરીક્ષાનું પેપર કેવી રીતે ફૂટ્યું? તપાસનો ધમધમાટ તેજ
માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબો સાથે પેપર લખી નાખ્યુ
ઉલ્લેખનિય છે કે માયા ઉર્ફે મનીષાને પાસ કરાવવા ષડયંત્ર રચ્યું હતું. તથા શાળાના પટાવાળાએ પેપરનો ફોટો રાજુ અને સુમિતને મોકલ્યો હતો. તેમાં રવિ મકવાણા નામનો વિદ્યાર્થી જોઈ જતાં તેને પણ જવાબ આપ્યા હતા. તથા સુપરવાઈઝરને પણ માયાને પાસ કરાવવા મદદ કરી હતી. તથા રવિ મકવાણા પકડાઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબો સાથે પેપર લખી નાખ્યુ હતુ.
સુપરવાઈઝરને પણ માયાને પાસ કરાવવા કરી હતી મદદ
જેમાં હોબાળો થતા પટાવાળાએ કાગળ સળગાવી દીધા હતા. તથા સમગ્ર કૌભાંડ મુદ્દે વિસનગર DySPને તપાસ સોંપાઈ છે. તેમજ ઉનાવા પોલીસ મથકમાં 8 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. તેથી વનરક્ષક પેપરકાંડમાં 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તમામ આરોપીને સાંજે ઊંઝા કોર્ટમાં રજૂ કરાશે. તેમાં એક જ ગામના 3 ઉમેદવારને પાસ કરાવવાનું ષડયંત્ર હતુ. જેમાં રવિ નામનો ઉમેદવાર પકડાઈ જતાં કૌભાંડ ખુલ્યું છે. તથા રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર છે. અને પટાવાળા અને સુપરવાઈઝરની પણ સંડોવણી બહાર આવી છે.