અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને ડ્રોન હુમલામાં મારી નાંખ્યો છે. 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ટ્વિટ કરીને અલ-ઝવાહિરીના મોતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના ટ્વિટમાં કહ્યું કે શનિવારે મારા નિર્દેશો પર અમેરિકાએ અફઘાનિસ્તાનના કાબુલમાં સફળ હવાઈ હુમલો કર્યો જેમાં અલકાયદાનો અમીર અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો. ન્યાય થયો. અલ ઝવાહિરી પર યુએસમાં અનેક હુમલાઓનો આરોપ હતો
2001માં ઝવાહિરીએ 11 સપ્ટેમ્બરે યુએસ પર થયેલા હવાઈ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હુમલાઓમાં ચાર યુએસ નાગરિક વિમાન હાઇજેક કરવામાં આવ્યા હતા અને ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, સંરક્ષણ મંત્રાલય, વોશિંગ્ટન નજીક પેન્ટાગોન અને પેન્સિલવેનિયાના ટ્વીન ટાવર્સમાં તૂટી પડ્યા હતા. આ હુમલાઓમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા.
રવિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો
એક અમેરિકન અધિકારીએ નામ ના આપવાની શરતે ખુલાસો કર્યો કે અમેરિકન ગુપ્તચર એજન્સી CIAએ રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો હતો. આ હુમલો અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.
તાલિબાનની ભૂમિકા પર સવાલ
જો તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ થશે તો તાલિબાનની ભૂમિકા પર સવાલો ઉભા થશે. ગયા વર્ષે ઓગસ્ટ 2021માં કાબુલ પર કબજો કર્યા પછી તાલિબાન ઝવાહિરીને આશ્રય આપી રહ્યા હતા કે કેમ તે અંગે સવાલો ઉઠાવવામાં આવશે. વર્ષ 2021માં 20 વર્ષ પછી અમેરિકન દળો અફઘાનિસ્તાન છોડીને પાછા અમેરિકા ગયા.
તાલિબાન હુમલાની પુષ્ટિ કરે છે
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે હુમલાની પુષ્ટિ કરી અને તેમની સખત નિંદા કરી. તેણે તેને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ જણાવ્યું કે કાબુલમાં રવિવારે સવારે જોરદાર ધડાકો સંભળાયો. પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે, 'શેરપુરમાં એક ઘર પર રોકેટ અથડાયું હતું. ઘર ખાલી હોવાથી કોઈને ઈજા થઈ ન હતી.
અમેરિકાના અન્ય હુમલાઓમાં પણ સામેલ હતો
સપ્ટેમ્બર 2001ના હુમલા ઉપરાંત, અલ-ઝવાહિરી પર 12 ઓક્ટોબર 2000ના રોજ યમનમાં યુએસ જહાજ યુએસએસ કોલ પર હુમલો કરવાનો પણ આરોપ છે. જેમાં અલ કાયદાના અન્ય એક વરિષ્ઠ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 17 યુએસ મરીન માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ થયા.
7 ઓગસ્ટ, 1998ના રોજ કેન્યા અને તાન્ઝાનિયામાં અમેરિકી દૂતાવાસો પર બોમ્બ ધડાકામાં તેની ભૂમિકા માટે જવાહિરીને યુએસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં 224 લોકો માર્યા ગયા હતા અને 5,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયો હતો
યુનાઇટેડ સ્ટેટ્સ પર 11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં યુએસની આગેવાની હેઠળના દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ઉથલાવી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળોએ માર્યો હતો.