હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. જેમાં કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. તેમાં 15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.
ભાજપના યજ્ઞેશ દવેએ સમાચારની કરી પુષ્ટી
જેમાં ભાજપના યજ્ઞેશ દવેએ સમાચારની પુષ્ટી છે. તેમાં યજ્ઞેશ દવેએ જણાવ્યું છે કે હાર્દિક પટેલ ભાજપમાં આવે છે. તથા CR પાટીલની અધ્યક્ષતામાં કેસરીયો કરશે. તેમજ ભરત ડાંગરે જણાવ્યું છે કે હાર્દિક પટેલ 2 તારીખે ભાજપમાં જોડાશે. તથા પાસના કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાશે. તેમજ વિચારધારાને લઈને હાર્દિક ભાજપમાં આવી રહ્યો છે. તેમજ શ્વેતા બ્રહ્મભટ્ટ 2 તારીખના રોજ ભાજપમાં જોડશે. જેમાં ચૂંટણી પેહલા કોંગ્રેસના નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તથા 2017 વિધાનસભા ચૂંટણીમાં સ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. જે 500 કાર્યકર્તાઓ સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડશે.
હાર્દિક પટેલ ભાજપમાં આવે છેઃ યજ્ઞેશ દવે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પેહલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન તેમના પર થયેલા કેસ અંગે કોર્ટ દ્વારા હાર્દિકને રાહત આપવામાં આવી હતી. તેથી હાર્દિકના ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેથી હવે એ વાત પણ નક્કી છે કે હાર્દિક પટેલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. અગાઉ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ