મોંઘવારીના માર વચ્ચે જનતાને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. રોજીંદા જીવનમાં વપરાતું દૂધ સામાન્ય માણસની પણ જરૂરીયાત છે. ત્યારે હવે અમૂલ દ્વારા ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સિવાયના રાજ્યમાં વધારો કરવામાં આવ્યો છે.
ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો
અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.3નો વધારો કરવામાં આવ્યો છે. તેમાં તાજાના એક લિટરના ભાવ રૂ.54 થયા છે. અને ગોલ્ડના એક લિટરનો રૂ.66 ભાવ થયો છે. અમૂલે કરેલા વધારા પ્રમાણે હવેથી ફુલ ક્રીમ દૂધમાં 3 રુપિયાનો વધારો ઝિંક્યો છે એટલે કે હવે 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવશે. આ સહીત ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો આવ્યો છે.
આ પહેલા પણ અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા
જાણકારી અનુસાર માત્ર દૂધ જ નહી પરંતુ અમૂલ દહીં અને અન્ય વસ્તુઓ પર પણ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો કે આ પહેલા પણ અમૂલે ઘણી વખત ભાવ વધાર્યા છે આજે ગોલ્ડના એક લિટરનો રૂ.66 ભાવ થયો છે. તેમજ મહારાષ્ટ્રમાં ખાનગી અને સહકારી ડેરીઓના સંગઠને દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, અને આજથી જ આ વધારો અમલમાં આવી ગયો છે.
ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થવાને પગલે દૂધની કિંમતમાં વધારો
કોઓપરેટીવ મીલ્ડ યુનિયન સાથે સંકળાયેલા 22 સંગઠનોએ દૂધની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે. આમાં ચિતળે, ખોરાત, કાત્રજ, થોટે, પૂર્તી અને સોનાઇ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એમ મહારાષ્ટ્ર સ્ટેટ મિલ્ક પ્રોફેશનલ્સ એસોસિયેશન તરફથી જણાવાયું છે. રાજ્યની 22 પ્રાઇવેટ અને કોઓપરેટીવ સોસાયટીઓની મંગળવારે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દૂધના પ્રાપ્તીભાવ, કોથળીના પેકિંગનો દર તેમજ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થવાને પગલે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.