પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ દમદાર પ્રદર્શન કરતા ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ અને ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો ટાર્ગેટ
પંજાબના મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે દમદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો વિશાલ ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવે ત્યારબાદ મજબુત બેટિંગ કરતા 50+ પાર્ટનરશીપ કરી હતી, કેએલ રાહુલ 35 બોલમાં 55 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યાએ દમદાર ફટકાબાજી કરતા હાર્દિક પંડ્યાના 30 બોલમાં ધમાકેદાર 71 રન ફટકાર્યા હતા.
ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
T20 વર્લ્ડકપ 2022ના એક મહિના પહેલા વર્લ્ડની નંબર-1 T20 ટીમ ભારત T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝમાં ટકરાશે. આજથી શરૂ થતી આ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ