ઇટાલીના મિલાન શહેરમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો જે બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, શહેરમાં એક વાહનમાં બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી અને આકાશમાં ધુમાડાના વાદળો છવાયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.મિલાન શહેરમાં થયેલા આ વિસ્ફોટનો હૃદયદ્રાવક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાહનો સળગતા અને લોકો આગથી ભાગતા જોઈ શકાય છે. આ દુર્ઘટના બાદ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
નોર્થ ઈટાલીના મિલાન સેન્ટરમાં વિસ્ફોટ બાદ અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, એક વાનમાં આગ લાગી હતી ત્યાર બાદ લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આગ ઓલવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મિલાન શહેરની વસ્તી લગભગ 13 મિલિયન છે જ્યારે શહેરી વિસ્તાર 4,300,000ની અંદાજિત વસ્તી સાથે યુરોપિયન યુનિયનમાં પાંચમો સૌથી મોટો વિસ્તાર છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે......