અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આજે ન્યુયોર્ક પોલીસ અટકાયત કરી હતી. પોર્ન સ્ટારને પૈસા આપવાના કેસમાં આજે ટ્રમ્પ મેનહેટન કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટ પહોંચાટની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની અટકાયત કરવામાં આવી હતી. ટ્રમ્પ કેસ ચાલવાનો હોવાથી ન્યુયોર્કમાં 35000થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000 પોલીસકર્મીઓ
પોર્ન સ્ટાર કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે મેનહટન કોર્ટ પહોંચ્યા હતા. ટ્રમ્પની કોર્ટમાં હાજરીને લઈને ન્યૂયોર્કમાં તેમના સમર્થકો અને વિરોધીઓનો મેળાવડો જામ્યો હતો. ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
શું છે મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પ પર 2016ની ચૂંટણી પહેલા એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાનો આરોપ છે. માઈકલ કોહેન જે તે સમયે ટ્રમ્પના વકીલ હતા. તેમણે સ્ટોર્મી ડેનિયલ્સને $1.30 મિલિયન ચૂકવ્યા હતા. આ પૈસા સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ સાથેના તેના કથિત સંબંધો પર મોં બંધ રાખવા માટે આપવામાં આવ્યા હતા. જો કે, યુએસમાં તે કાયદા હેઠળ ગુનો નથી. સમસ્યા એ હતી કે ટ્રમ્પના વકીલે તેને કાનૂની ફી બતાવી જે ન્યૂયોર્કમાં ગુનો છે.