જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. તેઓએ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં એક સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તે અચાનક ઢળી પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્થળ પર ગોળીબાર કરાયાનો અવાજ સંભળાયો હતો અને આબેના શરીરમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતુ.
જો કે તેમની સ્થિતિ અંગે હજુ કંઈ જાણવા મળ્યું નથી. ગોળી કોણે અને શા માટે ચલાવી તે પણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
WATCH: Bystanders rush to help former Japanese Prime Minister Shinzo Abe after he is shotpic.twitter.com/vgk7fn323p
— BNO News (@BNONews) July 8, 2022
ગોળી શિન્ઝો આબેની છાતીમાં વાગી હતી, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આબેની હાલત નાજુક છે કારણ કે તેમને ઘણું લોહી વહી ગયું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાને કારણે ત્યાં હાજર લોકોને કંઈ સમજાયું નહીં. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબાર જેવો કંઈક અવાજ સંભળાયો હતો. હાલ એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
શિન્ઝો આબેએ વર્ષ 2020માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તબિયત ખરાબ હોવાને કારણે તેમણે આવું કર્યું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
કોણ છે શિન્ઝો આબે
67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. આબે 2006-07 દરમિયાન વડાપ્રધાન રહ્યા હતા. આબેને એક આક્રમક નેતા તરીકે માનવામાં આવે છે. શિન્ઝોને અલ્સેરટ્રેટિવ કોલાઇટિસ, આંતરડાની બીમારી હતી જેના કારણે તેઓએ 2007માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. શિન્ઝો આબે સતત 2803 દિવસ (7 વર્ષ 6 મહિના) વડાપ્રધાન પદ પર રહ્યા હતા. આ રેકોર્ડ પહેલા તેમના કાકા ઇસાકુ સૈતોના નામે હતો.
પોલીસે જણાવ્યું છે કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાષણ દરમિયાન આબેને પાછળથી ગોળી મારવામાં આવી છે.
જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે. પીએમ મોદી અને શિન્ઝો આબે ઘણા પ્રસંગોએ એકબીજાને યાદ કરી ચૂક્યા છે. ગયા વર્ષે ભારતે શિન્ઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.