ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. યુવા ઓપનર શુભમન ગિલે શાનદાર, ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા. તે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટર બની ગયો છે. રોહિત શર્માએ 34 રન અને સૂર્યકુમાર યાદવે 31 રન કર્યા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ હેનરી શિપલે અને ડેરિલ મિચેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનરને 1-1 વિકેટ મળી હતી.
આઠમી વિકેટ માટે 162 રનની પાર્ટનરશિપ
ન્યૂઝીલેન્ડની આઠમી વિકેટ 131 રનમાં પડી ગઈ હતી. આ પછી બ્રેસવેલ અને સેન્ટનરે તોફાની બેટિંગ શરૂ કરી હતી. તેમાં માઇકલ બ્રેસવેલે શાનદાર અને તોફાની બેટિંગ કરતાં તેમે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તો મિચેલ સેન્ટનરે પણ હાફ સેન્ચુરી મારી હતી. આ બન્ને પ્લેયર્સે એક તબક્કે ભારતના હાથમાં મેચ ઝૂંટવી લીધી હતી. જોકે સિરાજે પહેલા સેન્ટનરને અને પછીના બોલે હેનરી શિપલેને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ગેમમાં લાવી દીધું હતું. જોકે બ્રેસવેલે એક છેડો સાચવી રાખતાં તેણે છેલ્લી ઓવર સુધી મેચને લઈ જઈને 78 બોલમાં 140 રન ફટકાર્યા હતા. માઇકલ બ્રેસવેલ અને મિચેલ સેન્ટનર વચ્ચે 162 રનની પાર્ટનરશિપ થઈ હતી.
આવી રીતે પડી ન્યૂઝીલેન્ડની વિકેટ...
પહેલી: છઠ્ઠી ઓવરના ચોથા બોલે કોનવે સિરાજની બોલિંગમાં આઉટ થયો હતો. તેનો કેચ કુલદીપ યાદવે કર્યો હતો.
બીજી: શાર્દૂલની બોલિંગમાં ફિન એલને ડિપ-મિડ વિકેટ પર શોટ માર્યો હતો. જેને સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર શાહબાઝ અહેમદે કેચ કરી લીધો હતો.
ત્રીજી: કુલદીપ યાદવે હેનરી નિકોલસને બોલ્ડ કર્યો હતો.
ચોથી: કુલદીપે બીજી સફળતા મેળવતા ડેરિલ મિચેલને LBW આઉટ કર્યો હતો.
પાંચમી: મોહમ્મદ શમીએ ગ્લેન ફિલિપ્સને બોલ્ડ કર્યો હતો.
છઠ્ઠી: સિરાજે બીજી વિકેટ લીધી હતી. તેણે શોર્ટ લેન્થ બોલ નાખ્યો હતો. જેને ટૉમ લાથમ મિડ-વિકેટ પરથી છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં ઊભેલા સુંદરે કેચ કરી લીધો હતો.
સાતમી: સિરાજે ત્રીજી વિકેટ લીધી હતી. તેણે અંતે આ પાર્ટનરશિપને તોડી હતી. સેન્ટનર મિડ-વિકેટ પરથી શોટ મારવા જતા ત્યાં ઊભેલા સૂર્યાએ કેચ કર્યો હતો.
આઠમી: સિરાજે સતત બીજા બોલે વિકેટ ઝડપી હતી. તેણે હેનરી શિપ્લેને બોલ્ડ કર્યો હતો.
નવમી: લોકી ફર્ગ્યુસન મિડઑફ પરથી હાર્દિકની બોલિંગમાં છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાર્દિકે સ્લોઅર બોલ નાખ્યો હતો અને ટાઇમિંગ સરખું ના આવતા ત્યાં ઊભેલા શુભમન ગિલે આસાન કેચ કર્યો હતો.
છઠ્ઠી: છેલ્લી ઓવરના બીજા બોલે શાર્દૂલે યોર્કર નાખીને સેન્ચુરીયન બ્રેસવેલને LBW આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની ઇનિંગ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. યુવા ઓપનર શુભમન ગિલે શાનદાર, ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રન બનાવ્યા હતા. તે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટર બની ગયો છે. રોહિત શર્માએ 34 રન અને સૂર્યકુમાર યાદવે 31 રન કર્યા હતા. કિવી ટીમ તરફથી સૌથી વધુ હેનરી શિપલે અને ડેરિલ મિચેલે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન અને બ્લેર ટિકનરને 1-1 વિકેટ મળી હતી.
સૌથી યુવા વયે બેવડી સદી ફટકારનાર
શુભમન ગિલ સૌથી યુવા વયે ડબલ સેન્ચુરી ફટકારી છે. ગિલે આ મામલે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે. ઈશાન કિશને 2022માં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી વન-ડેમાં 24 વર્ષે જ બેવડી સદી ફટકારી હતી. શુભમને આજે ન્યૂઝીલેન્ડ સામે 23 વર્ષની ઉંમરે જ ડબલ સેન્ચુરી ફટકારી દીધી છે. આમ તે વર્લ્ડમાં સૌથી યંગેસ્ટ પ્લેયર બની ગયો છે.
શુભમન ગિલે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે તેના આઇડલ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. શુભમને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે 208 રન ફટકાર્યા છે. આ ગ્રાઉન્ડ પર વન-ડેમાં હાઇએસ્ટ ઇન્ડિવીડ્યુઅલ સ્કોર હવે ગિલના નામે નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતે. તેમણે 2009-10ની ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં 351 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે 175 રન ફટકાર્યા હતા. અને તેમણે પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ પણ જીત્યો હતો. જોકે આ મેચ ટીમ ઈન્ડિયા માત્ર 3 રને હારી ગઈ હતી. પરંતુ આ ઇનિંગ હજુ પણ ફેન્સને યાદ છે.
બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય
શુભમન ગિલે આજે 208 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તેણે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. આ સાથે જ તે વન-ડેમાં બેવડી સદી ફટકારનાર પાંચમો ભારતીય બની ગયો છે. અગાઉ વન-ડેમાં સચિન તેંડુલકર (200*), વિરેન્દ્ર સહેવાગ (219), રોહિત શર્મા (209,208*,264), ઈશાન કિશન (210)એ વન-ડેમાં બેવડી સદી ફટકારી છે.
સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને બેવડી સદી પૂરી કરી
શુભમન ગિલે ઇનિંગની 49મી ઓવરમાં પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 49મી ઓવરના પહેલા ત્રણેય બોલમાં છગ્ગા ફટકાર્યા હતા. અને તે સાથે જ તેણે ડબલ સેન્ચુરી ફટકારી હતી.
ગિલે 1000 રન પૂરા કર્યા, વિરાટ-ધવનને પાછળ છોડ્યા
યુવા ઓપનર શુભમન ગિલે 106 રન બનાવતા જ વન-ડે ક્રિકેટમાં 1000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તેણે ભારતીય ખેલાડી તરીકે ફાસ્ટેસ્ટ 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 19 વન-ડેની 19 ઇનિંગ્સમાં જ 1000 રન પૂરા કર્યા છે. તેણે વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટે 27 મેચની 24 ઇનિંગ્સમાં અને ધવને 24 મેચની 24 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ...
પહેલી: રોહિત શર્મા 38 બોલમાં 34 રન કરીને બ્લેર ટિકનરની બોલિંગમાં સ્ટ્રેટ શોટ ફટકારવામાં કેચઆઉટ થયા હતા. બીજી: વિરાટ કોહલી 8 રને મિચેલ સેન્ટનરની બોલિંગમાં બોલ્ડ થયા હતા. ત્રીજી: ઈશાન કિશન 5 રને વિકેટકીપરના હાથે કેચઆઉટ થયા હતા. તેની વિકેટ લોકી ફર્ગ્યુસને લીધી હતી. ચોથી: સૂર્યા ડેરિલ મિચેલની બોલિંગમાં કવર પર શોટ મારવા જતા, ત્યાં ઊભેલા મિચેલ સેન્ટનરે કેચ કરી લીધો હતો. પાંચમી: હાર્દિક પંડ્યા વિચિત્ર રીતે બોલ્ડ થયો હતો. ડેરિલ મિચેલે તેને બોલ નાખ્યો હતો. જેને હાર્દિક કટ શોટ મારવા જતો હતો. તેમાં બેઇલ્સ પડી ગઈ હતી. થર્ડ અમ્પાયરની મદદથી હાર્દિકને આઉટ જાહેર કરાયો હતો. છઠ્ઠી: હેનરી શિપલેએ વોશિંગ્ટન સુંદરને LBW આઉટ કરીને વન-ડે કરિયરની પહેલી વિકેટ ઝડપી હતી. સાતમી: ગિલે કવર પર શોટ માર્યો હતો, ત્યારે તે રન લેવા દોડી ગયો હતો. પરંતુ નોન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલા શાર્દૂલનું ધ્યાન નહોતું, તેને ક્રિઝની બહાર નીકળી જવું પડ્યું હતું અને તે રનઆઉટ થયો હતો.