- વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણી જીત તરફ
- કુમાર કાનાણીને કોંગ્રેસના પ્રફુલ તોગડિયા આપી રહ્યા છે ટક્કર
- સુરતની 16 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ આગળ
વરાછા રોડ વિધાનસભા બેઠક-161 પર કુલ મતદારો 215702 છે. જેમાં પુરૂષ મતદારો 120894 અને સ્ત્રી મતદારો 94803 છે. જેમાં 56.38 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કુમાર કાનાણીને રિપીટ કરવામાં આવ્યા છે. તેઓ 2017માં 13998ના માર્જિનથી 68472 વોટ મેળવીને વિજેતા બન્યા હતા. તો, કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયાએ ઉમેદવારી નોંધાવી છે. તો આમ આદમી પાર્ટી તરફથી અલ્પેશ કથીરિયા ચૂંટણી મેદાને ઉતર્યા છે.
તો, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત જિલ્લાની તમામ બેઠકો પર સરેરાશ 57.83 % મતદાન નોંધાયું હતું તો વરાછા રોડ બેઠક પર 56.38 % મતદાન નોંધાયું હતું.
વરાછા રોડ બેઠક સામાન્ય બેઠક છે. વરાછા રોડ બેઠકનો સમાવેશ સુરત લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. વરાછા રોડ બેઠકમાં કુલ 2,16,528 મતદારો છે.
વરાછા રોડ બેઠકની ઉત્તરે સુરત જિલ્લાની ઓલપાડ, પૂર્વમાં સુરત જિલ્લાની કામરેજ બેઠક, દક્ષિણમાં સુરત જિલ્લાની કામરેજ, સુરત શહેરની કરંજ અને સુરત (ઉત્તર) બેઠકો જ્યારે પશ્ચિમમાં સુરત શહેરની કતારગામ બેઠક આવેલી છે.
વરાછા રોડ બેઠક 2008ના સીમાંકન બાદ 2012ની વિધાનસભા ચૂંટણી વખતથી અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કુમારભાઈ કાનાની કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા સામે 13,998 મતોની સરસાઈથી વિજેતા થયા હતાં.
આ બેઠકનો ઈતિહાસ જોઈએ તો -
વર્ષ |
વિજેતા |
પક્ષ |
સરસાઈ |
2012 |
કિશોરભાઈ કાનાણી |
ભાજપ |
20359 |
2017 |
કિશોરભાઈ કાનાણી |
ભાજપ |
13998 |
આમ, વરાછા રોડ બેઠકમાં થયેલી બંને ચૂંટણીઓમાં ભાજપનો બંને વાર વિજય થયો છે.
વરાછા રોડ બેઠકમાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં ભાજપના કુમારભાઈ કાનાનીએ 20,359 મતોથી મેળવ્યો હતો, જ્યારે સૌથી ટૂંકા માર્જિનથી વિજય ગત 2017ની ચૂંટણીમાં ભાજપના કુમારભાઈ કાનાનીએ 13,998 મતોથી મેળવ્યો હતો. આમ, વરાછા રોડ બેઠકમાં હાર-જીતનું માર્જિન 14,000 થી 20,400 મત સુધીનું રહ્યું છે.
વરાછા રોડમાંથી 2017માં ચૂંટાયેલા કુમાર કાનાની 2017 થી 2021 સુધી વિજય રૂપાણીની સરકારમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હતાં.