સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંપન્ન થયલે જળવાયુ પરિવર્તન સંમ્મેલન (COP26 Climate Change Summit)માં એક 14 વર્ષની ભારતીય છોકરીનું ભાષણ ખુબ જ ચર્ચામાં છે. તમિલનાડુની વિનિશા ઉમાશંકરે ક્લાઇમેંટ ચેંજ (Climate Change) પર કહ્યું કે, તેની પેઢી હાલના વર્લ્ડ લીડરથી નારાજ અને નિરાશ છે. કારણ કે નેતાઓએ પર્યાવરણના પોકળ દાવા કર્યા. ‘અર્થશૉટ પ્રાઇઝ’ની ફાઇનલિસ્ટ રહેલ વિનિશા ઉમાશંકરને પ્રિંસ વિલિયમે ક્લાઇમેંટ સંમ્મેલનમાં બોલાવી હતી. વિનિશાએ કહ્યું કે, હવે વાતચીત નહીં પરંતુ ભવિષ્યને લઇ પગલા લેવાનો સમય છે. વિનિશાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસન પણ હાજર હતા.
વિનિશા ઉમાશંકરે કહ્યું, ‘આજે હું સંપૂર્ણ સન્માન સાથે કહું છૂં કે આપમે વાત કરવાનું બંધ કરીએ અને કામ કરવાનું શરૂ કરીએ. અમે ધ અર્થશૉટ પ્રાઇઝના વિજેતા અને ફાઇનલિસ્ટને અમારા ઇનોવેશન, પરિયોજનાઓ અને સમાધાનોનું સમર્થન કરવા માટે તમારી જરૂર છે. અમને ફોસિલ, ફ્યૂલ, ધુમાડો અને પ્રદુષણ પર બનેલી અર્થવ્યવસ્થા નથી જોઇતી. હવે આપણે જૂની ચર્ચાઓ પર વિચારવાનું બંધ કરી દેવું જોઇએ. કારણ કે નવા ભવિષ્ય માટે નવા વિચારોની જરૂર છે. માટે તમારે તમારો સમય, પૈસા અને પ્રાયાસો અમારા ભવિષ્યને આકાર આપવા માટે રોકવાની જરૂર છે.
વિનિશાએ કહ્યું,‘અમે આશા રાખીએ છીએ કે તમે જૂના વિચારો અને આદતોને છોડી દેશો. જ્યારે અમે તમને અમારી સાથે સામેલ કરવા માટે આમંત્રિત કરીએ છીએ, તો અમે નેતૃત્વ પણ કરીશું. ભલે તમે ના કરો. અમે કરીશું. ભલે તમે મોડૂ કરો. અમે ભવિષ્યનું નિર્માણ કરીશુ, ભલે તમે હાલમાં ભૂતકાળમાં ફસાયેલા રહો. કૃપા કરીને અમારૂં આમંત્રણ સ્વીકારો. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમને તમારા નિર્ણય પર નિરાશા નહીં થાય’
વિનિશા સૌર ઊર્ઝાથી ચાલતી સ્ટ્રીટ આયરનિંગ કાર્ટ (કપડાને પ્રેસ કરવા માટે ગાડી)એ અર્થશૉટ પ્રાઇઝના ફાઇનલમાં પહોંચાડી હતી. વિનિશાએ કહ્યું,‘જ્યારે જળવાયુ પરિવર્તનની વાત આવે છે તો તેમા કોઇ સ્ટોપ બટણ નથી હોતું, હું કામ કરવા માગુ છું. હું માત્ર ભારતની દીકરી નથી પરંતુ આ ધરતીની દીકરી છું. હું એક વિદ્યાર્થિની, ઇનોવેટર, પાર્યાવરણવિદ અને ઉદ્યમી પણ છું. સૌથી મહત્ત્વની વાત કે હું એક આશાવાદી છું.’