અમેરિકાના વર્જિનિયામાં કોન્ફેડરેટ જનરલ રોબર્ટ ઈ લીની પ્રતિમાનું પેડેસ્ટલ તોડી રહેલા મજૂરોને તાંબાનું એક એવું બોક્સ મળી આવ્યું જે 130 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ગુલામીની યાદ અપાવતી પ્રતિમાઓ દૂર કરવાનું કામ અમેરિકામાં ચાલી રહ્યું છે. વર્જિનિયાના ગવર્નર રાલ્ફ નોર્થમે ટ્વિટ કર્યું કે આ એ જ ટાઈમ કૅપ્સ્યૂલ છે જેની શોધ ચાલી રહી હતી.
1187ના એક અખબારના લેખમાં જણાવ્યું હતું કે જનરલ ઈ લીની પ્રતિમાની નીચે ટાઈમ કૅપ્સ્યૂલમાં ગૃહયુદ્ધની યાદગીરીઓ છે. તે ઘોડેસવારી કરતા જનરલની પ્રતિમાની નીચે પેડેસ્ટલમાં દટાયેલી છે. થોડા વખત પહેલાં જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી થયેલા બ્લેક લાઇવ્સ મેટર આંદોલનનું કેન્દ્ર આ પ્રતિમા હતી.
શું શું મળ્યું બોક્સમાં?
બોક્સમાં અમેરિકાના ગૃહયુદ્ધની યાદગીરીઓ, લિંકનનો ફોટો, બટન, બુલેટ, એ સમયની કોન્ફેડરેટ ચલણી નોટો, નકશા વગેરે મળ્યું છે. એક બોક્સમાં પાણીથી લથબથ પુસ્તકો, ભીના કપડામાં વીંટાળેલી તસવીર અને એક સિક્કો હતો.
ટાઈમ કૅપ્સ્યૂલ શું છે?
ટાઈમ કૅપ્સ્યૂલ નળાકાર અથવા લંબચોરસ બોક્સ હોય છે તેને તાંબા અને અન્ય ધાતુઓના મિશ્રાણથી બનાવવામાં આવે છે. તે જમીનમાં ખૂબ ઊંડે દાટવામાં આવે છે. માટી અને ભીનાશમાં રહેવા છતાં તેને નુકસાન થતું નથી. ધરતીકંપમાં પણ તે સુરક્ષિત રહે છે.
ભારતમાં દાટવામાં આવી છે ટાઈમ કૅપ્સ્યૂલ?