તાજેતરમાં એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના લીધે તે ડોક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેના નાકની અંદર એક દાંત ઉગી નીકળ્યો હતો. આ વ્યક્તિ એક અલભ્ય પ્રકારની બીમારીનો શિકાર હતો. ન્યુયોર્ક શહેરની માઉન્ટ સીનાઈ હેલ્થ સીસ્ટમના રીપોર્ટ અનુસાર એક 38 વર્ષના એક યુવાનને વર્ષોથી નાકની જમણી તરફથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
ડોક્ટરોએ તેમનું પરીક્ષણ કર્યા બાદતેમને ખુબ કડક સફેદ ટુકડો જોવા મળ્યો. રાહીનોસ્કોપી એટલેકે નાકની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેનો દાંત અસામાન્ય જગ્યા પર ઉગી નીકળ્યો હતો. આ વ્યક્તિ એક એવી અસામાન્ય બીમારીનો શિકાર હતી. અસામાન્ય જગ્યાઓ પર દાંતનું આવી જવું ખરેખર જવલ્લે જ જોવા મળતી બાબત છે. એકોપ્તિકનો મતલબ થાય છે કે શરીરમાં અંગોનું એ સ્થાને હોવું જ્યાં તેમનો સામાન્ય રીતે વિકાસ ન જોવા મળતો હોય. એકોપ્તિક દાંત અન્ય એકોપ્સી કરતા વધારે જોવા મળતા હોય છે છતાં તેનું નાકની અંદર ઉગી નીકળવું અસામાન્ય છે.
એલર્ટઃ દ્રાક્ષનું વધારે પડતું સેવન લાવે છે આ ગંભીર બીમારીઓ!
ધી ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનના તમામ નિષ્ણાતો અનુસાર આ યુવાનને કોઈ એબ્નોર્માલીટીનો ઈતિહાસ નથી. શરૂઆતમાં તેમનું તબીબી પરીક્ષણ કરતા જાણવા મળ્યું કે તેમનો બે નસકોરા વચ્ચેનો પડદો અલગ પડી ગયો છે. ત્યારબાદ રાહીનોસ્કોપી કરતા ફીઝીયનને જાણવા મળ્યું કે વ્યક્તિના નાકમાં દાંત છે. એક્સ રે પરથી માહિતી પ્રાપ્ત થઇ કે દાંત મોઢામાંથી ઉપરની એટલેકે નાકની તરફ આગળ વધ્યો હતો. ઓપરેશન થયા પછી વ્યક્તિને શ્વાસ લેવામાં થતી તકલીફ દુર થઇ ગઈ હતી. તેના નસકોરાના પોલાણ વચ્ચેથી ઓરલ અને ઓટોરાહીનોલીરીન્ગોલોજીકલ પ્રક્રિયાથી આ 14 mmનો દાંત દુર કરવામાં આવ્યો હતો. ઓપરેશન બાદ કોઈપણ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ નહોતી. દર્દી દ્વારા પોતાની શ્વાસ લેવાની તકલીફ દુર થઇ ગઈ છે તેમ જણાવવામાં આવ્યું હતું. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર ગ્રીનસ્ટેન્ડના ક્વીન વિક્ટોરિયા હોસ્પિટલ દ્વારા આ મુદ્દે માહિતી આપવામાં આવે છે. ઘણીવાર પેઢામાં ફસાયેલ દાંત આવી અસામાન્ય જગ્યાઓ પર ઉગતા હોય છે.