કંગના રનૌત અવારનવાર વિવાદિત નિવેદનને લીધે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે મુદ્દો કંઇક અલગ જ છે. કંગના પાછળ બોલિવુડનો કોઈ અભિનેતા પાગલ થયો છે અને કહેવાઈ રહ્યું છે કે તે કંગના માટે તેની પત્નીને છૂટાછેડા આપવા પણ તૈયાર છે..ત્યારે કોણ છે આ અભિનેતા આવો જાણીએ તેના વિશે.
આ અભિનેતાના નામનો થયો ખુલાસો
એક ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું હતું કે આખરે તેમની જવાનીનું રહસ્ય શું છે? ત્યારે જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે મને લાગે છે કે ભગવાને આપણને જે જિંદગી આપી છે તેની મજા લેવી જોઈએ. ભગવાનની દયા છે કે તેમના આશીર્વાદથી જિંદગી સારી રીતે પસાર થઈ રહી છે. બધા પાસે 24 કલાક હોય છે તેમાંથી ઓછામાં ઓછો એક કલાક તો તમે તમારા માટે કાઢી જ શકો છો.
પત્નીને આપી શકે છે છૂટાછેડા!
અનિલ કપૂર આટલી ઉમરે પણ યુવા દેખાય છે.અત્યારના હીરોને પણ વિચારવા મજબુર કરે તેવી ફીટનેશ છે તેમની પાસે. અનિલની ફિમેલ ફેન્સ તો ખુબ છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક અભિનેત્રી એવી પણ છે જેના પર અનિલ કપૂર ફીદા છે. તેમની દીવાનગી એ હદે છે કે તેઓ તેના માટે પત્નીને છૂટાછેડા પણ આપી શકે છે. આ અભિનેત્રીનું નામ છે કંગના રનૌત. આ વાતનો ખુલાસો અનિલ કપૂરે કરણ જૌહરના શો કોફી વિથ કરણમાં કર્યો હતો. જ્યારે કરણે અનિલને પૂછ્યું કે એક મહિલાનું નામ જણાવો કે જેના માટે તેઓ પત્નીને પણ છોડી શકે છે. તેના પર અનિલે મજાકમાં કંગના રનૌત તરફ ઈશારો કર્યો અને તેનું નામ લીધું.
કંગનાનું વર્કફ્રન્ટ
કંગના રનૌતની વાત કરીએ તો આ મામલે હજુ સુધી કંગનાનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી. અભિનેત્રી હાલ ખુબ વ્યસ્ત છે. એક પછી એક તે અનેક ફિલ્મોના શૂટિંગ પૂરા કરી રહી છે. તેની આવનારી ફિલ્મોની વાત કરીએ તો આગામી વર્ષ સુધીમાં ધાકડ, અને તેજસમાં તે જોવા મળશે. કંગનાની હાલમાં જ થલાઈવી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આશા કરતા ઓછું પ્રદર્શન કરી શકી.