ટી-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા 17 નવેમ્બરથી શરૂ થનારી ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત ટી20માં ટીમની કમાન સંભાળશે.
યુવાનોને તક મળી
ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં ઘણા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમણે આઈપીએલમાં પોતાનું નામ રોશન કર્યું છે. જેમાં વેંકટેશ અય્યર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ જેવા નામ સામેલ છે. શ્રેયસ અય્યર ઈજા બાદ પુનરાગમન કરી રહ્યો છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ કે જે વર્લ્ડ કપ માટે પસંદ ન થયો હતો તે પણ વાપસી કરી રહ્યો છે.
ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું ટાઈમટેબલ
ભારતની T20 ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ