ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરી પાકિસ્તાનની ટીમ પોતાના મિશન પર પહોંચી ગઇ છે. હાલમાં પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ પહોંચી છે. જ્યાં 19 નવેમ્બરથી ટી-20 સિરીઝની શરૂઆત થવાની છે. પરંતુ સિરીઝ પહેલા જ એક મોટો વિવાદ થઇ ગયો છે.
ખરેખર પાકિસ્તાની ક્રિકેટ ટીમે બાંગ્લાદેશમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન પોતાના દેશનો ઝંડો ગ્રાંઉન્ડમાં લગાવી દીધો હતો. જેના પછી સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેમણે તેનો સખત વિરોધ કર્યો છે. જણાવી દઇએ કે, પાકિસ્તાની ટીમે આવું ટી-20 વર્લ્ડકપ દરમિયાન પણ કર્યું હતું.
પાકિસ્તાની ટીમે પ્રેક્ટિસ સેશનની એક તસવીર નાખી તો બાંગ્લાદેશના ફેન્સ ટ્વીટર પર કહ્યું કે, આ પ્રકારે કોઇ બીજા દેશમાં આવી પોતાનો ઝંડો લગાવવાનો ખોટું છે. જ્યારે કેટલાક ફેન્સે કહ્યું કે, પાકિસ્તાની ટીમે તરત જ પરત જતું રહેવું જોઇએ.
કેટલાક યૂઝર્સે આગળ લખ્યું કે, બાંગ્લાદેશમાં ઘણી ટીમો રમવા આવી છે, પરંતુ કોઇએ પણ આ પ્રકારે પોતાના દેશનો ઝંડો નથી લગાવ્યો. તો પછી પાકિસ્તાન આવું શામાટે કરી રહ્યું છે.
જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને બાંગ્લાદેશમાં 3 ટી-20 મેચ રમવાની છે. પ્રથમ મેચ 19 નવેમ્બરે ઢાકામાં અને બીજી, ત્રીજી મેચ ચિટગાંવમા રમાવાની છે. 3 ટી-20 મેચ બાદ 2 ટેસ્ટ મેચ પણ રમાવાની છે.