ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હત્યા કેસમાં બે મૌલવીની સંડોવણી સામે આવી છે. તેમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. જેમાં અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. અને ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ અપાયો હતો. તેથી ગૃહરાજ્ય મંત્રી ધંધુકા જવા તાબડતોડ રવાના થયા છે.
હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યાં હોવાનું સામે આવ્યું
ધંધુકા હત્યા મામલે બે મૌલવીની સંડોવણી સામે આવી છે. જેમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા રહેલી છે. જે હથિયારથી કિશન બોળિયાની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં અમદાવાદના મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા. તથા ષડયંત્રના ભાગરૂપે ઘટનાને અંજામ અપાયો હતો.
SRPની 2 કંપની તૈનાત કરાઈ છે
ધંધુકા ફાયરિંગ વીથ મર્ડરના કેસમાં ADGP નરસિમ્હા કોમારે નિવેદન આપ્યું છે કે SRPની 2 કંપની તૈનાત કરાઈ છે. તેમાં રેન્જ IG,જિલ્લા SP તપાસ કરશે. તથા આજ સાંજ સુધી રિપોર્ટ સોંપશે. તથા અત્યાર સુધી 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં આરોપીઓની ઓળખ પરેડ કરાશે. તથા સંડોવાયેલા અન્ય ઈસમો અંગે તપાસ કરવામાં આવી છે. આરોપીઓના હથિયારની રિકવરી અને તેમના સાથે સંકળાયેલા અન્ય ઇસમોની સંડોવણી અંગે તપાસ થઈ રહી છે. તથા બે આરોપી પૈકી એકનું નામ શબ્બીર છે. તેમજ ફાયરિંગ કરનાર આરોપીઓની તસવીર સામે આવી છે.
દરેક વેપારી અને દુકાનદારોને સમર્થન આપવા અપીલ
ઉલ્લેખનિય છે કે ધંધુકા ખાતે યુવકની સરે જાહેર હત્યાના મામલે સુરેન્દ્રનગર શહેરની બજારો બંધ રહેતા પોલીસે ધંધો અને રોજગાર શરૂ રાખવા અપીલ કરી છે. શહેરની બજારો બંધ રહેતા ઇન્ચાર્જ એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફે દુકાનો અને ધંધો રોજગાર ખોલવા આહવાન કરતા બજાર રાબેતા મુજબ હાલ ખુલ્લી છે. જેમાં અમુક વેપારીઓ અને દુકાનદારોએ સ્વૈચ્છિક ધંધો અને રોજગાર બંધ રાખતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. તેમજ આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા દરેક વેપારી અને દુકાનદારોને સમર્થન આપવા અપીલ કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો :
અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં મંગળવારે ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે પોલીસે તપાસ કરી તો મૃતકે થોડા સમય પહેલા ધાર્મિક વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી. જેને લઈને પોલીસ કાર્યવાહી થઈ હતી અને અંતે સમાધાન પણ થયું હતું. જો કે ફરીવાર એ પોસ્ટને લઈને ફાયરિંગ કરી પોસ્ટ કરનારની હત્યા કરાઈ છે. જેને લઈને ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાતા અમદાવાદ જિલ્લા પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ધંધુકા ફાયરિંગ મર્ડર પ્રકરણમાં 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં ધંધુકા ખાતેથી અમદાવાદ એસપી વીરેન્દ્રસિંહે માહિતી આપી છે. તથા પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી ચક્રો ગતિમાન કરી 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. તથા હાલ બંને આરોપીની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.
બે શખ્સોએ યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
ધંધુકાના મોઢવાડાના ડેલું પાસે મંગળવારે કિશન નામનો યુવક જુના ઘર પાસે જતો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ આવીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. જેમાં સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના જ્ઞાતિજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પરિવાર અને હિંદુ સંગઠનોની ન્યાયની માગ
કિશનની હત્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનોએ હસ્તક્ષેપ કરી યોગ્ય તપાસની માગ કરતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને ભારે સુરક્ષા અને જનમેદની વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કિશન ભરવાડની હત્યા બાદ હિંદુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેમજ હત્યાના વિરોધમાં ગઈકાલે ધંધુકા બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ જેવા સંગઠનોએ આ મામલે તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠાવી છે.