ધંધુકા કિશન ભરવાડ હત્યાના કેસમાં મૌલાના કમરગનીની બેન્ક ડિટેઈલ સામે આવી છે. જેમાં બેન્ક એકાઉન્ટમાં રૂ.11 લાખના વ્યવહાર મળ્યાં છે. તથા તહેરિક-એ-ફરોગે સંગઠનના ખાતામાંથી વ્યવહાર થયા હતા. તેમાં મૌલાનાના પર્સનલ એકાઉન્ટ અંગે તપાસ બાકી છે. તથા કમરગનીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. તેમજ ગુજરાત ATS વધુ રિમાન્ડની માગણી કરશે.
કમરગનીના રિમાન્ડ પુરા થતા આજે કોર્ટમાં રજુ
અમદાવાદના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં મૌલાના કમરગીની ઉસમાનીના સંગઠનની બેંક ડિટેઇલ સામે આવી છે. તેમાં તહેરિક-એ-ફરોગે સંગઠનના બેંક અકાઉન્ટમાં રૂપિયા 11 લાખના વ્યવહાર મળ્યા છે. તથા રૂપિયા 11 લાખ ક્યાંથી આવ્યા અને ક્યાં ખર્ચ થયો તે અંગે તપાસ હાથ ધરી છે. તેમજ મૌલાના કમર ગનીના પર્સનલ એકાઉન્ટની માહિતી હજી સામે આવી નથી. તથા કમરગનીના રિમાન્ડ પુરા થતા આજે કોર્ટમાં રજુ કરાશે.
ATSની એન્ટ્રી બાદ એક પછી એક મોટા ખુલાસાઓ
ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ATSની એન્ટ્રી બાદ એક પછી એક મોટા ખુલાસાઓ થઇ રહ્યા છે. ATS દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે સમગ્ર કાંડમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો ન હોવાનું ATS જણાવી રહ્યું છે. સાથે જ એટીએસની કહેવું છે કે આરોપીઓ પાકિસ્તાન કે અન્ડર વર્લ્ડના કોન્ટેક્ટમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજુ સુધી કઈ બહાર નથી આવ્યું. જોકે સમગ્ર કાંડમાં ગુજરાત ATS ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ગુજરાત ATS દ્વારા તપાસનો ધમધમાટ
ધંધુકામાં થયેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ATS દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત ATS દ્વારા મૌલાના મૌલાના કમરગનીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હોવાની વાત કરી છે. મૌલાના TFI નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલી છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. વધુમાં, મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.