બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડઇનફે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક ગુડ ન્યૂઝ શેર કર્યા છે. ખરેખર, આ કપલે સરોગસી દ્વારા જુડવા બાળકોને જન્મ આપ્યો છે. પ્રીતિએ પોતે ટ્વિટર પર આ ન્યૂઝ શેર કર્યા છે. આ જાહેરાત સાથે તેણે પોતાના બે બાળકોના નામ પણ બધાને જણાવી દીધા છે.
આ ટ્વીટમાં પ્રીતિએ તેના પતિ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે. ‘બધાને નમસ્કાર, હું આજે તમારી સાથે એક મોટા સમાચાર શેર કરવા માંગુ છું. જીન અને હું ખૂબ જ આનંદિત છીએ અને આ સમયે અમારા હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા છે. અમે અમારા પરિવારમાં અમારા ટ્વિન્સ જય ઝિન્ટા ગુડઇનફ અને જિયા ઝિન્ટા ગુડઇનફનું સ્વાગત કરીએ છીએ.
પ્રીતિએ જે પોસ્ટ લખી છે તેના શબ્દો પરથી તેના દિલની ખુશી સ્પષ્ટ દેખાય છે. તેઓએ પોતાના બાળકોના નામ જય અને જિયા રાખ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે જય એક પુત્ર છે અને જિયા પુત્રી છે. જોકે પ્રીતિએ પોતાની પોસ્ટમાં પુત્ર અને પુત્રી વિશે કંઈ લખ્યું નથી.
આ પોસ્ટ સામે આવતાની સાથે જ અભિનેત્રીને અભિનંદન પાઠવતા લોકોની લાઈન લાગી ગઈ છે. આ પોસ્ટ પર બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે તેના ફેન્સ તેને દિલ ખોલીને અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ પહેલા એકતા કપૂર, તુષાર કપૂર, કરણ જોહર, શિલ્પા શેટ્ટી જેવા ઘણા સેલેબ્સ સરોગસીનો સહારો લઈને પેરેન્ટ્સ બની ચૂક્યા છે.