બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયનું કહેવું છે કે જો પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે તો ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા રાણી હશે. રાણી એલિઝાબેથ દ્વિતીય એ શનિવારે પોતાની “પ્લેટિનમ જ્યુબિલી” પર એક રાષ્ટ્રીય સંદેશમાં કેમિલાને રાણી બનાવાનું સમર્થન કર્યું હતું. એલિઝાબેથના આ પગલા બાદ બ્રિટનમાં રાજાશાહીના ભવિષ્યને દિશા મળી શકશે.
બ્રિટનના મહારાણી કરતાં ગોંડલના નરેશનો આ મોટો રેકોર્ડ
બ્રિટિશ રાણી એલિઝાબેથ દ્વિતિય એ 6 ફેબ્રુઆરીના રોજ 1952ના દિવસે રાણી પદ સંભાળ્યું હતું. રાણીના જીવનનું 95મું વર્ષ પસાર કરી રહ્યા છે અને 70 વર્ષથી તેઓ રાણી છે. જોકે કોરોનાકાળ અને રાણીના પતિ કુંવર ફિલિપના નિધનને કારણે 70 વર્ષની ખાસ ઉજવણી થઇ નથી. બ્રિટિશ રાણીના 70 વર્ષને ઝાંખો પાડે એવા વિક્રમો બે ગુજરાતી રાજવીએ નોંધાવ્યા છે. એક રાજવી એટલે ગોંલડના લોકલાડીલા જા ભગવતસિંહજી, જ્યારે બીજા રાજા પોરબંદરના શાસક વિકમાતાજી. ગોંડલ નરેશ ભગવતસિંહજીના નામે તો પોણી સદી ગાદી પર બેસવાનો વિક્રમ છે. 1677માં કુંભાજી પહેલાએ રાજધાની બનાવી ગોંડલનો વિકાસ શરૂ કર્યો હતો. પણ એ પછી સાતેક રાજાઓ બદલી ગયા અને છેક 1869માં સંગ્રામસિંહ (બીજા)નું મોત થયું ત્યારે તેમના દીકરા સત્તા પર આવ્યા. એ દીકરાનું નામ ભગવતસિંહ અને તેમનું શાસન છેક 1944 સુધી એટલે કે 75 વર્ષ ચાલ્યું. જેઠવા રાજ પોરબંદરે પણ વિશ્વવિક્રમમાં નામ નોંધાવ્યુ છે. 1831ની 20મી જૂને આઠ વર્ષની બાળ વયે સત્તા પર આવેલા વિકમાતાજી (ભોજરાજ)એ 1900ના વર્ષની 21મી એપ્રિલે ગાદીત્યાગ કર્યો કેમ કે એ દિવસે તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ ત્યાં સુધીમાં તેઓ 68 વર્ષ 305 દિવસ રાજસત્તા ભોગવી ચૂક્યા હતા.
મહારાણીએ તેની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે કેમિલા રાણી તરીકે ઓળખાશે. રાજ્યાભિષેકના 70મા વર્ષમાં પહોંચ્યા પછી એલિઝાબેથ દ્વિતીય એ તેમની પુત્રવધૂ માટે પોતાની ઇચ્છાઓ વ્યકત કરી.
95 વર્ષના રાણી એલિઝાબેથે એક લેખિત સંદેશમાં કહ્યું કે હું તમારા સમર્થન માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમે લોકોએ જે મને વફાદારી અને સ્નેહ દેખાડયો છે તેના માટે હું હંમેશા આભારી રહીશ.
આપને જણાવી દઈએ કે નાની ઉંમરથી લઈને આ ઉંમર સુધી રાણી એલિઝાબેથે બ્રિટનના શાહી પરિવારનું નેતૃત્વ કર્યું છે. રાણી એલિઝાબેથ બ્રિટનના રાજવી પરિવારને સંભાળી રહ્યા છે તેને હવે લગભગ 7 દાયકા થઈ ગયા છે. એવામાં એક મહિલા કેવી રીતે લાંબા સમય સુધી તમામ મુશ્કેલીઓની વચ્ચે પણ બ્રિટન પર રાજ કરતી રહી.
રાણી એલિઝાબેથનો જન્મ બ્રિટનમાં રાજા જ્યોર્જ પંચમના શાસન દરમિયાન 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ છઠ્ઠા પાછળથી બ્રિટનના રાજા બન્યા. રાણી એલિઝાબેથનું પૂરું નામ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર છે. ક્વિન એલિઝાબેથની બહેન હતી જેનું નામ પ્રિન્સેસ માર્ગારેટ હતું. રાણી એલિઝાબેથે પોતાનો અભ્યાસ ઘરે જ પૂરો કર્યો.
તેમની એક બાયોગ્રાફીમાં લખવામાં આવ્યું છે કે બાળપણમાં ક્વીન એલિઝાબેથને ઘોડાઓ, કૂતરાઓનો શોખ હતો જે જીવનભર ચાલ્યો રહ્યો બાદમાં તેઓ ઘોડાની રેસ પર દાવ પણ લગાવતા હતા. એલિઝાબેથ દ્વિતીયની 6 ફેબ્રુઆરી 1952ના રોજ બ્રિટનના મહારાણી તરીકે નિમણૂક થઇ અને 2 જૂન 1953ના રોજ સત્તાવાર રીતે રાજ્યાભિષેક થયો હતો.