ક્રિકેટર ઇરફાનખાન પઠાણ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. મકતમપુરાના પતિ-પત્નીએ અગાઉ વિડીયો વાયરલ કરીને આપઘાત કરવાની ચીમકી આપી હતી. તેમની પુત્રવધુ અને ઇરફાનખાન પઠાણ વચ્ચે આડાસંબંધ હોવાનો આક્ષેપ કરતી અરજી જે તે વખતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તે જ કેસમાં અશ્લિલ રેકોર્ડીંગ કોર્ટમાં નહી આપવા બાબતે ઇરફાનખાન પઠાણ અવાર-નવાર અલગ-અલગ લોકો પાસે તેમના પુત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ કરતી અરજી વેજલપુર પોલીસ સ્ટેશનથી માંડીને પોલીસ કમિશ્નર સુધી કરવામાં આવી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે મને તથા મારા છોકરાને કંઇ થાય તો જવાબદાર ક્રિકેટર ઇરફાન પઠાણ રહશે.
મકતમપુરા હાજીબાવાની દરગાહ પાસેના હાજીબાવા પાર્કમાં રહેતા નિવુત પોલીસ કર્મચારી ઇબ્રાહીમભાઇ મહેમુદમીયા સૈયદે અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમના છોકરાની વહુ તેમના છોકરા સાથે સુવા તથા સાથે નહી રહેવા અને વડોદરા જઇને સુવા અને રહેવાની વાત કરી હતી. અમોને તલ્લાક આપી દે નહી તો હેરાન કરીશ તેમજ અશ્લિલ વાતો વાળુ રેકોર્ડીંગ કોર્ટમાં નહી આપવા બાબતે અવાર-નવાર ત્રાહિત લોકો મારફતે મારા છોકરા તથા મને ખોટા ખોટા કેસમાં અધિકારીઓ ધ્વારા ફસાવી દેવા તથા અક્સ્માત કરાવી મારી નાખવાની ધમકી ક્રિકેટર ઇરફાન પઠાણ ધ્વારા મળતી હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે. અધિકારીઓ અમારા છે કંઇ થશે નહી તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામા આવ્યો છે.