England vs Pakistan, 3rd ODI: ઈંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝ (ODI Series)ની ત્રીજી અને છેલ્લી મેચમાં મેજબાન ટીમના સ્પિનર મેથ્યૂ પાર્કિન્સન (Matthew Parkinson)નું જોરદાર કૌવત જોવા મળ્યું. પાર્કિન્સનની ફિરકીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્ન (Shane Warne)ની યાદ આપવી દીધી. પાકિસ્તાનના બેટ્સમેન ઈમામ ઉલ હક (Imam-ul-Haq)ને ખબર જ ન પડી કે બોલ ક્યારે સ્ટમ્પ્સમાં ઘૂસી ગયો.
પોતાની કારકિર્દીની પાંચમી વનડે ઇન્ટરનેશનલ રમી રહેલો મેન્યૂ પાર્કિન્સન (Matthew Parkinson) 26મી ઓવરમાં 56 રન કરીને ક્રીઝ પર જામી પડેલા ઈમામ ઉલ હકને બોલિંગ કરી રહ્યા હતો. આ દરમિયાન પાર્કિન્સનનો ફિરકી બોલે ઓફ સ્ટમ્પની બહાર ટપ્પો ખાધો. ઈમામ બોલને છોડવાનું વિચારી રહ્યો હતો. બોલ ટપ્પો ખાતા જ જોરદાર ટર્ન થઈ ગયો.
You just can't play that 🤯
— England Cricket (@englandcricket) July 13, 2021
Absolute magic 😍
Scorecard/clips: https://t.co/wtCtb2kz8n
🏴 #ENGvPAK 🇵🇰 @mattyparky96 pic.twitter.com/gYySs5Msju
બોલ બેટ અને પેડની વચ્ચેથી નીકળીને સીધો મિડલ સ્ટમ્પ પર જઈને ટકરાયો. ઈમામ (Imam-ul-Haq)ને સમજાયું જ નહીં કે તે કેવી રીતે આ બોલ પર આઉટ થઈ ગયો. આ વિકેટે વર્ષ 2005 એશિસ (The Ashes 2005) સીરિઝ દરમિયાન શેન વોર્ન (Shane Warner to Andrew Straus)ની ફિરકીની યાદ અપાવી દીધી. તે સમયે ઈંગ્લેન્ડના એન્ડ્રૂ સ્ટ્રોસ પણ વોર્નની ફિરકીની જાળમાં ફસાઈને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
ઈમામ ઉલ હકે બનાવ્યો રેકોર્ડ, સર વિવ રિચર્ડ્, શિખર ધવન પર પાછળ રહી ગયા
આ મેચમાં ઈમામ ઉલ હકે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ઈમામ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપથી બે હજાર રન કરવાના મામલામાં પાંચમા સ્થાન પર આવી ગયો છે. તેણે પોતાની 64મી વનડે મેચમાં બે હજાર રન પૂરા કર્યા. આ યાદીમાં પહેલા સ્થાન પર સાઉથ આફ્રિકાનો હાશિમ આમલા છે જેણે આ સિદ્ધિ 40 ઇનિંગમાં મેળવી હતી.