આર્ક્ટિક મહાસાગરમાં સબમરીન અને યુદ્ધ જહાજ અથડાયા બાદ બ્રિટને હવે રશિયાને યુદ્ધની ધમકી આપી છે. બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રેડકિને ચેતવણી આપી છે કે જો રશિયા પાણીની અંદર મહત્ત્વપૂર્ણ કોમ્યુનિકેશન કેબલ કાપશે તો તેને યુદ્ધનું કૃત્ય ગણવામાં આવશે. રશિયા-નાટો કાઉન્સિલની બેઠક પહેલા આ ચેતવણી આપવામાં આવી છે. આમાં પશ્ચિમી દેશો રશિયાને યુક્રેનની સુરક્ષાની ખાતરી આપવાનું કહેશે.
બ્રિટિશ CDS બોલ્યા- રશિયા વધારી રહ્યું છે તાકાત
બ્રિટિશ સીડીએસ સર ટોની રેડકિને ચિંતા વ્યક્ત કરી કે રશિયાએ છેલ્લા 20 વર્ષોમાં સબમરીન અને પાણીની અંદરની પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. આ સમગ્ર વિશ્વની વાસ્તવિક સમયની કોમ્યુનિકેશન સિસ્ટમ જોખમમાં મૂકી શકે છે. તેના આધારે રશિયા દુનિયાભરના દેશોને બ્લેકમેલ પણ કરી શકે છે.
હાઇપરસોનિક મિસાઇલ વિકસાવવા પર આપ્યો ભાર
તેમણે રશિયા સાથે સ્પર્ધા કરવા માટે બ્રિટન દ્વારા હાઇપરસોનિક મિસાઇલો વિકસાવવાના મહત્વ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે આવા હથિયાર અમને નથી મળ્યા અને અમને તેની ખૂબ જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા અને યુક્રેનની સરહદ પર ઊંડો ચિંતાજનક તણાવ બનેલો છે. એડમિરલે કહ્યું કે તેણે બ્રિટિશ સરકારને રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો લશ્કરી વિકલ્પો પણ સૂચવ્યા હતા.
રશિયન સબમરીન બ્રિટિશ યુદ્ધ જહાજ સાથે અથડાઈ હતી
યુકે સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે HMS નોર્થમ્બરલેન્ડ (ટાઈપ 23 ફ્રિગેટ) Er 2020 રશિયન હન્ટર કિલર સબમરીનને ટ્રેક કરતા સમયે એની સાથે ટકરાઈ ગયું હતું. આ ટક્કરથી યુદ્ધ જહાજની સોનાર સિસ્ટમ સાથે હીટ થઈ હતી. આ ઘટનાને યુકે ચેનલ 5ના ટીવી ક્રૂએ એક શોના શૂટિંગ દરમિયાન રેકોર્ડ કરી લીધી હતી. આ દરમિયાન યુદ્ધ જહાજના ક્રૂએ સબમરીન સાથે ટકરાવાની વાત કરી હતી.
બ્રિટને સાયપ્રસમાં શસ્ત્રો તૈનાત કર્યા
બ્રિટને સાયપ્રસમાં તેના એરફોર્સ સ્ટેશન અક્રોટીરી ખાતે AWACS અથવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ વિમાનો સાયપ્રસથી ઉડાન ભરીને રશિયાના એરસ્પેસ પર નજર રાખી રહ્યા છે. AWACS એ આધુનિક યુદ્ધશૈલીનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં સુધી ગ્રાઉન્ડ-બેઝ્ડ રડાર હુમલાખોર ફાઇટર પ્લેન, ક્રુઝ મિસાઇલ અને ડ્રોન એમને શોધે એ પહેલા એ એમને શોધી લે છે. આ સિવાય આ દુશ્મનો અને મિત્રો ફાઈટર પ્લેન વચ્ચે સરળતાથી તફાવત કરી શકે છે. તેમની મદદથી દુશ્મનની દરેક હિલચાલ પર નજર રાખી શકાય છે.