- ડાયમંડ જ્વેલરીની રિંગ જેવો મેઇન ગેટનો આકાર અપાયો
ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં ખ્યાતી પામેલા સુરતમાં આકાર પામી રહેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટ-હીરા બુર્સનો મુખ્ય પ્રવેશદ્વાર 6 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. બાંધકામના અંતિમ ચરણમાં આવી ગયેલા આ ગેટની ડિઝાઇન ડાયમંડ બુર્સને અનુરૂપ હીરા ઘસવા વપરાતી ‘કટોરી’ પર આધારીત તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રવેશદ્વારમાં અન્ય સુવિધાઓની સાથે સાથે આધુનિક શ્રેષ્ઠ સુરક્ષા પણ મળી રહે તે બાબતે વિશેષ ધ્યાન અપાયું છે.
સ્કાયડેકમાંથી મુલાકાતીઓ ડ્રીમ સિટી તથા હીરા બુર્સનાં બિલ્ડિંગ જોઈ શકશે
- 60 ,મીટર પહોળાઈ
- 15,મીટર ઊંચાઈ
- 67.10x 31.45 મીટરનો કુલ વિસ્તાર
- 6, કરોડ રૂ. કુલ ખર્ચ
- વાહનો-મુલાકાતીઓનું ગેટ પર ડિજિટલ ચેકિંગ કરાશે.
- ગેટની બંને તરફે મુલાકાતીઓ માટે લિફટ, વોશરૂમ
- 25 ફૂટ ઊંચાઈએ 71 મી. X 9 મી.ના સ્કાયડેક પર વિઝન માટે ફેબ્રિકેટેડ સ્ટીલ અને ગ્લાસની મોડર્ન આર્કિટેક્ચર ડિઝાઈનવાળી વ્યૂવિંગ ગેલેરી પણ હશે.
- મુખ્ય પ્રવેશદ્વારનો ઉપયોગ મલ્ટિ પર્પઝ રીતે થઈ શકશે.
- ગેટ ઉપર વિશાળ પહોળાઈમાં સ્કાયપેકનો વપરાશ ફૂડ કોર્ટ, કેફેટેરિયા, ટેલિસ્કોપ પોઈન્ટ, સિટિંગ એરિયા તથા સુરતની ઐતિહાસિક ઝાંખી દર્શાવતી ડિસપ્લે પણ હશે.
- મુખ્ય પ્રવેશ દ્વાર પર બનાવાયેલા સ્કાયડેકનો આકાર ડાયમંડ જ્વેલરીના રિંગ સ્વરૂપે બનાવાયો છે.
- આ સ્કાયડેકમાંથી મુલાકાતીઓ તથા ઓફિસ ઓનર્સ ડ્રીમ સિટી તેમજ ડાયમંડ બુર્સનાં બિલ્ડિંગો જોઈ શકશે.