પૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે, 'મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થઈ ગયું છે.' પાર્થિવે ફેન્સને પોતાના પિતાને પ્રાર્થનામાં યાદ કરવાનું કહ્યું છે.
It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt
— parthiv patel (@parthiv9) September 26, 2021
2019માં જ્યારે પાર્થિવ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમમાં હતા તે સમયે તેમના પિતાને બ્રેન હેમરેજ થયું હતું, અને તેઓ ICUમાં પણ એડમિટ હતા. તે સમયે પાર્થિવનું ખાનગી અને પ્રોફેશનલ જીવન ઘણું ડિસ્ટર્બ ચાલી રહ્યું હતું. તેઓને દર વખતે પોતાના પિતાને લઈને ડર લાગતો હતો. પિતાના નિધનના સમાચાર આપતા તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. પાર્થિવે 2019માં IPLની એક મેચ બાદ જણાવ્યું હતું કે મેચ ખતમ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં જતો હતો ત્યારે પોતાનો ફોન જોતા પ્રાર્થના કરતા હતા કે હોસ્પિટલમાંથી કોઈ ખરાબ સમાચાર ન આવે. તેઓએ 2019ની IPL શરૂ થતાં પહેલાં પોતાના પિતાની સ્થિતિ અંગે જણાવ્યું હતું. તેમના પિતા ઘણાં લાંબા સમયથી હોસ્પિટલમાં રહ્યાં હતા.