ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ લગાવાયો છે કે ISIS કાશ્મીરે મારી નાંખવાની ધમકી આપી છે.
દિલ્હી પોલિસે કરી કેસની તપાસ શરૂ
મળતી માહિતિ અનુસાર દિલ્હી પોલિસે આ કેસની તપાસ શરૂ કરી છે. ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણનું કહેવું છે કે ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૌતમ ગંભીરે મોડી રાતે આ ફરિયાદ નોંધાવી હતી.
ગોતમ ગંભીરે લગાવ્યો છે આરોપ
તેઓએ આરોપ લગાવતા કહ્યું કે ISIS કાશ્મીરની તરફથી ફોન અને ઈમેલની મદદથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
પૂર્વી દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે
આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર રાજધાની દિલ્હીની પૂર્વી દિલ્હી લોકસભા સીટથી સાંસદ છે. પૂર્વમાં તે ભારતના માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેઓએ રાજનીતિ શરૂ કરી હતી.