સિંગાપોરના વડાપ્રધાન લી હેઈન લૂંગના ભારત અંગેના એક નિવેદનથી મોદી સરકાર ઘણી જ નારાજ છે. મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ મંત્રાલયે આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરવા માટે નવી દિલ્હી સ્થિત સિંગાપોરના એમ્બેસેડરને બોલાવવામાં આવ્યા છે.
સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગે દેશમાં લોકતંત્રએ કઈ કામ કરવું જોઈએ વિષય પર સંસદમાં એક જોરદાર ચર્ચા દરમિયાન કહ્યું કે- નેહરુનું ભારત ત્યાં પહોંચી ગયું છે, જ્યાં મીડિયા રિપોટ્સ મુજબ લગભગ અડધાંથી વધુ લોકસભાના સાંસદોના ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. જેમાં રેપ અને મર્ડર જેવાં કેસ સામેલ છે. જો કે એમ પણ કહેવાય છે કે આ કેસમાં મોટા ભાગના પોલિટિકલી મોટિવેટેડ એટલે કે રાજનીતિથી પ્રેરિત છે.
કહેવા શું માગવા હતા લી?
માનવામાં આવે છે કે નિવેદનનો અર્થ એવો હતો કે મોટા ભાગના દેશમાં લોકતંત્ર આદર્શો પર જ તૈયાર થાય છે, પરંતુ સમય પસાર થવાની સાથે આદર્શો અને મૂલ્યોમાં ઘટાડો થવા લાગે છે અને તેનાથી નેતાઓનું સન્માન ઓછું થાય છે.
ઉદાહરણ પણ આપ્યાં
લીએ ચર્ચા દરમિયાન ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત દુનિયાના અનેક નેતાઓનો ઉલ્લેખ કર્યો. તેમને કહ્યું- શરૂઆત ઘણી જ પેશન અને ઈમોશનની સાથે થાય છે. જે નેતા આઝાદી માટે લડ્યાં તેઓ મહાન હતા. જેમાં અદમ્ય સાહસ અને પ્રતિભા હતી. જેમાં ડેવિડ બેન ગુરિઓન્સ અને જવાહરલાલ નેહરુ સામેલ છે. તેઓ આગમાં તપીને વધુ પ્રભાવશાળી બન્યા. આપણી પાસે પણ આવા નેતાઓ હતા.
સિંગાપોરના વડાપ્રધાનના નિવેદનના કેટલાંક અંશ...
સિંગાપોરના વડાપ્રધાન લીએ મંગળવારે સંસદમાં ચર્ચા દરમિયાન કહ્યું, 'મોટા ભાગના દેશ ઉચ્ચ આદર્શો અને મહાન મૂલ્યોના આધારે સ્થાપિત થાય છે અને શરૂઆત કરે છે, પરંતુ હંમેશાં સંસ્થાપક નેતાઓ અને અગ્રણી પેઢીઓ પછી દશકો અને પેઢીઓમાં ધીમે-ધીમે પરિવર્તન જોવા મળે છે.'
તેમને વધુમાં કહ્યું કે, 'વસ્તુઓ તીવ્ર જોશની સાથે શરૂ થાય છે. સ્વતંત્રતા માટે લડવા અને જીતવાવાળા નેતા હંમેશા મહાન સાહસ, અપાર સંસ્કૃતિ અને ઉત્કૃષ્ટ ક્ષમતાવાળા અસાધારણ વ્યક્તિઓ હતા. તેઓ આગમાં તપીને આવ્યા અને લોકો અને રાષ્ટ્રના નેતાઓ તરીકે નિખર્યાં. તેમાં ડેવિડ બેન-ગુરયન્સ છે, જવાહરલાલ નેહરુ છે, તેમજ આપણાં નેતાઓ પણ છે.'
લીએ કહ્યું, 'અનેક રાજકીય પ્રણાલીઓ આજે પોતાના સંસ્થાપક નેતાઓ માટે ઘણી જ અપરિચિત થઈ ગઈ છે. બેન-ગુરિયનનું ઇઝરાયેલ આજે એવું બદલાયું છે જ્યાં બે વર્ષમાં ચાર સામાન્ય ચૂંટણી છતાં મુશ્કિલથી સરકાર બની છે. આ વચ્ચે, ઇઝરાયેલમાં વરિષ્ઠ રાજનેતાઓ અને અધિકારીઓને ગુનાકીય આરોપના કેસનો સામનો કરવો પડ્યો છે, કેટલાંક જેલ પણ જઈ ચૂક્યા છે.'
તેમને આગળ કહ્યું કે, 'જ્યારે નેહરુનું ભારત એવું બની ગયું છે, મીડિયા રિપોર્ટ મુજબ જ્યાંની લોકસભામાં લગભગ અડધાં સાંસદો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના આરોપો સહિત ગુનાકીય કેસ છે. જો કે એવું પણ કહેવાય છે કે તેમાંથી અનેક આરોપ રાજનીતિથી પ્રેરિત છે.'
Singapore PM invokes Nehru to argue how democracy should work during a parliamentary debate whereas our PM denigrates Nehru all the time inside and outside Parliament
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 17, 2022
pic.twitter.com/B7WVhzxb9h
જયરામ રમેશનો ભાજપ પર હુમલો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સિંગાપોરના વડાપ્રધાનના ભાષણની તે ક્લિપને ટ્વિટ કરી શેર કરી છે અને લખ્યું કે, 'સિંગાપોરના PMએ લોકતંત્રમાં કઈ રીતે કામ કરવું જોઈએ, તેના પર ચર્ચા દરમિયાન નહેરુનો ઉલ્લેખ કર્યો, જ્યારે અમારા વડાપ્રધાન સંસદની અંદર અને બહાર દરેક સમયે નહેરુને બદનામ કરતાં રહો છો.'
રમેશે એવો આરોપ પણ લગાવ્યો કે જ્યારે હાલમાં જ વડાપ્રધાન મોદીએ સંસદમાં જવાહરલાલ નેહરુનું નામ લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું હતું, 'તમે ફરિયાદ કરો છો કે હું પંડિતજીનું નામ નથી લેતો. આજે હું નેહરુજીનું નામ લેતો રહીશ- આનંદ કરો... તમે કહો છો કે મોદીજી નેહરુજીનું નામ નથી લેતા. તેથી હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરી રહ્યો છું.'