બ્રાઉન મધનું સેવન તો આપણે કરતા જ હોઈએ છીએ, અને આપણે તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે પણ જાણતા જ હોઈશું. પરંતુ શું તમે ક્યારેય સફેદ મધનો સ્વાદ ચાખ્યો છે અને તેના ફાયદાઓ વિશે જાણો છો? જણાવી દઈએ કે સફેદ મધને કાચા મધ તરીકે ઓળખવામાં આવે છે અને તે ક્રીમી સફેદ રંગનું હોય છે.
માહિતી અનુસાર, તે મધમાખીના મધપૂડામાંથી કાઢવામાં આવે છે પરંતુ મધમાખીઓ આને દરેક ફૂલમાંથી નહીં પરંતુ આલ્ફાલ્ફા, ફાયરવીડ અને સફેદ ક્લોવરના ફૂલોમાંથી લાવે છે. ઉપરાંત, આમાં કોઈ હીટિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તે બ્રાઉન મધ કરતાં વધુ ફાયદાકારક હોય છે.
ચાલો જાણીએ સફેદ મધના ફાયદા વિશે
વૃદ્ધત્વની અસરો અટકાવે – સફેદ મધ વૃદ્ધત્વની અસરોને અટકાવવામાં મદદ કરે છે. તેને એન્ટી ઓક્સિડન્ટ્સનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન A અને B, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા પણ આપે છે.
ઉધરસમાં રાહત આપે – સફેદ મધ કફને દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે, તમે તેનું હુંફાળા પાણી અને લીંબુ સાથે સેવન કરી શકો છો.
પાચનતંત્રને સ્વસ્થ રાખે – સફેદ મધ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આના સેવનથી કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે સાથે જ પેટ સાફ રહે છે.
એનિમિયાની સમસ્યા દૂર કરે – સફેદ મધનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધે છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે અને નબળાઈ પણ દૂર થાય છે.
ત્વચાને ચમકદાર બનાવે – સફેદ મધ ત્વચાને ચમકદાર બનાવવામાં પણ ઘણી મદદ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાને ચુસ્ત બનાવવામાં પણ મદદ કરે છે. આ મધમાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે, જેના કારણે તે ત્વચાના ઘાને મટાડવાનું કામ પણ ઝડપથી કરે છે.