સુરત
ઈમાનદારી અને માણસાઈ અમૂલ્ય વસ્તુ છૅ.... જે આ કલયુગમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છૅ,પણ છૅ ખરી... આ ફોટામાં જોવા મળતો છોકરો સુરતમાં રસ્તા પર નાના બાળકોના રમકડાં વેચે છૅ અને મુંગો બેહરો છૅ...મહેનત કરીને પૈસા કમાય છૅ અને પોતાનું પેટીયું રળે છૅ.
પણ તેનામાં ઈમાનદારી, પ્રામાણિકતા અને માણસાઈ થાસોથાસ ભરેલી છૅ. સુરત ના સુમુલ ડેરી વિસ્તારમાં એક ભાઈની 2 નંગ સોનાની લગડી પડી ગયેલ હતી. જે જોઈને આ છોકરાને થયું કે કોઈક ની મહામહેનતની કમાણીથી આ લગડીઓ ખરીદેલ હશે, એટલે એણે લઈને સુમુલ ડેરીના પાર્લરમાં બતાવીને કહી દીધું કે આ 2 લગડી કોઈકની પડી ગયેલ છૅ જો મૂળ માલિક આવે તો સુમુલ વાળાને સાક્ષી માં રાખીને આપી શકે.... પણ દોઢ - બે કલાક સુધી ત્યાં કોઈ આવ્યું નહિ.
પછી એક મોટી ઉમરના વ્યક્તિ ત્યાં કંઈક શોધતા હોઈ એમ બધે નજર નાખતા હતા. ત્યાં એમને આ છોકરાને જોઈ ને પૂછ્યું કે અહીંયા સોનાની લગડી જોઈ?? ત્યારે આ છોકરો તરત એમને સુમુલ પાર્લર પર લઇ ગયો ત્યાં પાર્લર વાળા એ વસ્તુની ઓળખ અને છાપ પૂછીને પાકું કરી લીધું કે સોનાની લગડી આ કાકાની જ છૅ અને પછી સુમુલ વાળા ભાઈએ છોકરાને કઈ દીધું કે આપી દે લગડી આ કાકાને.
ત્યારબાદ જે થયું તે ખુબ જ પ્રેરણાદાયક અને દરેકે જીવનમાં ઉતારવા જેવું છૅ આ છોકરાએ તે કાકાને લગડી આપી દીધી તે કાકાએ રાજી થઈને તે છોકરાને રૂ 2500/- આપવા લાગ્યા ત્યારે આ છોકરાએ ના લીધા અને એને સામેથી તે કાકાને પોતે જે રમકડાના કુતરા વેચતો હતો તેમાંથી એક નવો પેટીપેક કૂતરો તે કાકાને સામેથી આપ્યો અને પગે લાગીને કાકાને પૈસા નહી લેવા વિનંતી કરવા લાગ્યો. પણ પેલા કાકાએ તો પરાણે તેને પૈસા આપ્યા ત્યારે લીધા.
૯૯% લોકો ને નથી ખબર આ ફ્રુટ વિશે. સ્વસ્થ સંબંધી ફાયદા જાણો!
અત્યારે સારી સારી પોસ્ટના સરકારી કર્મચારીઓ ઉંચો પગાર હોઈ તોપણ લાખો, કરોડો ની લાંચ લેતા અચકાતા નથી.. તેવા બેઈમાન અને લાંચખોર માણસો માટે આ છોકરો એક મિસાલ છૅ કે પોતાની આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તેને પોતાની ઈમાનદારી અને માણસાઈ જાળવી રાખી અને મૂળ માલિકને સોનાની લગડી પરત કરી....😊