ભારતના અબજોપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે ઈન્ફિનિટી ફોરમને સંબોધતા સૂચિત ડેટા પ્રાઈવસી બિલ અને ક્રિપ્ટો કરન્સી બિલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત અતિ આધુનિક તેમજ દૂરંદેશીભરી નીતિઓ અને નિયમનો અપનાવી રહ્યું છે. અંબાણી ભારતીયો દ્વારા પોતાનાં ડેટાનાં માલિક બનવાનાં તેમજ તેને નિયંત્રિત કરવાનાં ટેકેદાર રહ્યા છે તેમણે કહ્યું કે દરેક દેશને ડિજિટલ બુનિયાદી માળખું રચીને તેની સુરક્ષા કરવાનો અધિકાર છે.
શું તમે જાણો છો 4 ડિસેમ્બરે જ કેમ ઉજવાય છે ભારતીય નૌસેના દિવસ?
તેમણે ડેટાને ન્યૂ ઓઈલ ગણાવ્યું હતું અને પોતાની પ્રાઈવસીનું જતન કરવાનો દરેક નાગરિકને અધિકાર છે તેમ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે હું બ્લોકચેઈન ટેકનોલોજીમાં માનું છું જે ક્રિપ્ટોકરન્સીથી તદ્દન અલગ છે. વિશ્વાસ આધારિત સમાન સમાજ માટે બ્લોકચેઈન ટેકનોલોજી મહત્ત્વની છે.
જામનગર, અમદાવાદ બાદ રાજકોટમાં ઓમિક્રોન વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ
દેશમાં લોકોની ડિજિટલ ઓળખ માટે મજબૂત માળખું રચવામાં આવ્યું છે જેમાં આધાર, ડિજિટલ બેન્ક એકાઉન્ટ અને ડિજિટલ પેમેન્ટનો સમાવેશ થાય છે. આપણે ડેટા પ્રાઈવસી બિલ તેમજ ક્રિપ્ટોકરન્સી બિલ પાસ કરવા જઈ રહ્યા છીએ જે સાચી દિશાનું પગલું છે. નાના રોકાણકારોનાં રક્ષણ માટે સરકાર ક્રિપ્ટોકરન્સીને નાણાકીય એસેટ્સ ગણવા માટેનું બિલ સંસદમાં રજૂ કરવાની છે તે સંદર્ભમાં તેમણે ઉપર મુજબ ટિપ્પણી કરી હતી.
બ્લોકચેન શું છે । આ ટેક્નોલોજી એક પ્લેટફેર્મ છે જ્યાંથી ક્રિપ્ટોકરન્સીનો હિસાબ રાખી શકાય છે. આ વિકેન્દ્રિત લેજર છે. ક્રિપ્ટોકરન્સી આ નેટવર્ક દ્વારા વેચવામાં કે ખરીદવામાં આવે છે.