અફઘાનિસ્તાનની (afghanistan) રજધાની કાબુલ ફરી એક વાર ચર્ચામાં છે. મિલિટ્રી હોસ્પિટલમાં (Kabul Military Hospital) મંગળવારે બ્લાસ્ટ થયો હતો જેમાં તાલિબાનનો ખુંખાર ટોપ કમાન્ડર માર્યો ગયો છે. આ માહિતી તાલિબાનના અધિકારીઓએ આપી છે.
હમદુલ્લાહ મુખલિસ હક્કાની નેટવર્કનો સભ્ય હતો. તે કાબુલની મિલિટ્રી ફોર્સનો એક અધિકારી હતો. હમદુલ્લાહ તાલિબાન દ્વારા કાબુલ પર કબ્જો જમાવવા માટે સતત કાર્યરત હતો અને હુમલામાં માર્યો ગયો છે તે એક વરિષ્ઠ અધિકારી હતો.
વિદ્રોહીઓ સામે લડવા પહોંચ્યો હતો મુખલિસ
તાલિબાન મીડિયા અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે હમદુલ્લાહ મુખલિસને સૂચના મળી કે સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થયો હતો અને તાત્કાલીક હુમલાની જગ્યાએ પહોંચ્યો હતો. અધિકારીઓએ જણાવ્યા અનુસાર વિદ્રોહીઓ સામેની અથડામણમાં તે માર્યો ગયો.
IAS ખુરાસાને હુમલાની જવાબદારી સ્વીકારી
કાબુલમા થયેલ મિલિટ્રી હોસ્પિટલમાં થયેલા હુમલામાં 19 લોકોના મોત થયા હતા. તાલિબાને વિપક્ષી જૂથ ઇસ્લામિક ખુરાસાને આ હુમલાની જવાબદારી લીધી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી IAS ખુરાસા સતત હુમલાઓ કરી રહ્યો છે.
મંગળવારે હોસ્પિટલની બહાર આત્મઘાતી હુમલાવરે ખુદને ઉડાડી દીધો હતો. ત્યારબાદ બંદૂકધારી હુમલાવરોએ હોસ્પિટલમાં ગોળીબારી શરૂ કર હતી. ત્યારબાદ તાલિબાને સ્પેશિયલ ફોર્સ અમેરિકા દ્વારા છોડવામાં આવેલ હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં ઉતરીને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગના કારણે અહીંના ડોક્ટરો અને દર્દીઓએ પોતાને ઉપરના માળે રૂમમાં બંધ કરી લીધા હતા. IS ખુરાસાને જણાવ્યું કે 5 હુમલાખોરોએ આ હુમલો કર્યો. તે જ સમયે, તાલિબાનો દાવો કરે છે કે હુમલાના 15 મિનિટ પછી, સુરક્ષા દળોએ તમામ હુમલાખોરોને મારી નાખવામાં સફળતા મેળવી હતી