નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ (ndia vs England) વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમેચના ત્રીજા દિવસે અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવા બદલ ભારતીય ઓપનર કેએલ રાહુલને ઈન્ડિયન ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના શનિવારે ભારતીય ઇનિંગની 34મી ઓવરમાં બની હતી. તે સમયે રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલે (kl rahul)પ્રથમ વિકેટ માટે 83 રન જોડ્યા હતા. આ ભાગીદારી મજબૂત લાગતી હતી. પછી તેને જેમ્સ એન્ડરસને રાહુલને આઉટ કર્યો હતો. રાહુલ જોની બેયરસ્ટો દ્વારા વિકેટ પાછળ કેચ પકડ્યો હતો, જોકે તેને અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે ડીઆરએસ લીધો અને ત્રીજા અમ્પાયરે ભારતીય ઓપનરને આઉટ આપ્યો. આ નિર્ણય પર વિવાદ થયો હતો.
જ્યારે DRSની સમીક્ષા બાદ તેને જેમ્સ એન્ડરસનના બોલ પર આઉટ આપવામાં આવ્યો હતો. કેએલ રાહુલ થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી નાખુશ હતા. ICCના નિવેદન અનુસાર, રાહુલે આચાર સંહિતાના સ્તર-1 નું ઉલ્લંઘન કર્યું છે.
અમ્પાયરના નિર્ણયથી સુનીલ ગાવસ્કર પણ થયો હતો ગુસ્સે
ત્રીજા અમ્પાયરના આ નિર્ણય પહેલા ભૂતપૂર્વ ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કર પણ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તે ત્યારે કોમેન્ટ્રી કરતો હતો. જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ડીઆરએસ લીધું, ત્યારે ત્રીજા અમ્પાયરે સ્નીકો મીટરની મદદ લીધી કે ચેક કરવા માટે કે બોલ બેટથી વિકેટકીપરના ગ્લોવ્સને તો નથી લાગ્યો. જ્યારે બોલ રાહુલના બેટની નજીકથી પસાર થયો ત્યારે સ્નીકો મીટરમાં થોડી હલચલ હતી. આ પછી ત્રીજા અમ્પાયરે તરત જ તેને આઉટ જાહેર કર્યો.
આઈસીસીના નિવેદન અનુસાર, "રાહુલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે આઈસીસી આચારસંહિતાની કલમ 2.8 નો ભંગ કરવા બદલ દોષિત સાબિત થયો છે, જે આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરોના નિર્ણયો સામે અસંમતિ દર્શાવવાનો છે". આ ઉપરાંત, રાહુલના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે, જેનું છેલ્લા 24 મહિનામાં પ્રથમ ઉલ્લંઘન છે.
રાહુલે સ્વિકારી તેની ભૂલ
પોતાની ભૂલ સ્વીકારતા રાહુલે મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો. તેથી, આ મામલે સત્તાવાર સુનાવણીની કોઈ જરૂર નહોતી. મેદાન પરના અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ, ત્રીજા અમ્પાયર માઇકલ ગૉ અને ચોથા અમ્પાયર માઇક બર્ન્સે કેએલ રાહુલ સામે આરોપો નક્કી કર્યા હતા.