ટી-20 વર્લ્ડકપની શરૂઆત થવામાં હવે માત્ર થોડો જ સમય બચ્યો છે. આઇપીએલ બાદ તરત જ વર્લ્ડકપની શરૂઆથ થશે અને દરેક ક્રિકેટ ફેન્સની નજર 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાના દેશથી યૂએઇ માટે રવાની થઇ ગઇ છે, જ્યાં વર્લ્ડકપ રમાવાનો છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના પ્રશંસકોએ જ પોતાની ટીમને ભારત વિરૂદ્ધ રમાનાપ મેચની યાદ અપાવી દીધી છે. ફેન્સએ સીધુ કહ્યું છે કે ભારત વિરૂદ્ધ રમાનાર મેચને જીતીને જ આવજો.
Off to UAE. Your support means more than anything. Stand by your team. Keep supporting. Keep praying. Keep believing. #PakistanZindabad 🇵🇰 pic.twitter.com/Venlgoz2EV
— Babar Azam (@babarazam258) October 15, 2021
ખરેખર પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે ટ્વીટર પર ટીમની સાથે એક તસવીર પોસ્ટ કરી છે. બાબરે લખ્યું છે કે, યૂએઇ જઇ રહ્યા છીએ, તમારો સપોર્ટ અમારી માટે ખુબ જ ખાસ છે. પોતાની ટીમને સાથ આપો, અમને સપોર્ટ કરો, દુવા કરો અને વિશ્વાસ રાખો.
24 October wala match jeeta dena warna gar annay nhi degay
— || Rahil Bhat || (@RahilBashir_) October 15, 2021
જણાવી દઇએ કે, બાબર આઝમનો આ પ્રથમ ટી-20 વર્લ્ડકપ છે અને તે પોતાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બાબર આઝમના આ ટ્વીટની નીચે પાકિસ્તાનના લોકોએ તેને શુભેચ્છા પાઠવી છે, સાથે જ ભારત વિરૂદ્ધ રમાનાર મેચને લઇ સલાહ પણ આપી છે.
Mauka mauka pic.twitter.com/bHeMWNtpCg
— Bhawani Singh 🇮🇳 (@Bhawani811) October 15, 2021
એક યૂઝરે ટ્વીટમાં લખ્યું છે કે, 24 ઓક્ટોબરવાળી મેચ જીતીને જ આવજો નહીં તો ઘરે નહીં આવવા દઇએ. કેટલાક યૂઝરે લખ્યું કે, અમને બાબર આઝમની કેપ્ટનશીપ પર વિશ્વાસ છે, સારૂ રમજો. તો કોમેન્ટમાં ઇન્ડિયા તરફથી ફણ લોકોએ લખવાનું શરૂ કરી દીધુ અને કહ્યું કે ઇન્ડિયાની જીત થશે, કારણ કે અમારી પાસે ધોની અને વિરાટ કોહલી છે.