ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 44 રને હરાવ્યું. આ સાથે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શ્રેણીમાં 2-0ની વિજય હાંસલ કરી લીધી છે. બીજી વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર કેચ લીધો, જેના પછી તેણે શાનદાર પ્રતિક્રિયા આપી. આ કેચ જોઈને કેપ્ટન રોહિત પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
વિરાટનો શાનદાર કેચ
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં શાનદાર કેચ લીધો હતો. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના ઘાતક ખેલાડી ઓડિન સ્મિથને આઉટ કરવા માટે ખૂબ જ મુશ્કેલ અને ઉંચો કેચ સરળતાથી લીધો હતો. આ કેચ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ કેચ લેતી વખતે વિરાટનું માથું જમીન સાથે અથડાયું હતું. વિરાટે પોતે પણ આવી પ્રતિક્રિયા આપી કે આ કેચ પકડવામાં તેની ગરદનમાં ઝટકો લાગ્યો છે.
વિરાટ કોહલીના આ કેચથી કેપ્ટન રોહિત શર્મા ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. કોહલીના આ શાનદાર કેચનો એક વીડિયો પણ BCCIએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વાસ્તવમાં, વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની 45મી ઓવરમાં મજબૂત દેખાઈ રહેલા ઓડિન સ્મિથે ઝડપી સ્કોર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો એક શોટ લેગ સાઇડમાં ઉંચો ગયો હતો. ત્યારપછી વિરાટ કોહલીએ આ કેચ કોઈપણ ભૂલ વગર પકડ્યો હતો. આ કેચને કારણે વિરાટનું માથું જમીન સાથે અથડાયું હતું.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 237 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં 2-0ની ઐતિહાસિત જીત મેળવી છે.