ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે T-20 સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. આ મેચ ટીમ ઈન્ડિયા 18 રનથી હારી ગઈ હતી, પરંતુ એમાં ઈન્ડિયન ટીમની હરલીન દેઓલે સુપરવુમન બનીને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. તેણે બાઉન્ડરીલાઇન પર જેવી રીતે ફ્લાઇંગ કેચ પકડ્યો હતો તેને જોઇને તો દિગ્ગજ ક્રિકેટરો પણ અચંબિત થઈ ગયા હતા. તેન્ડુલર અને હરભજન સિંહ સહિત ઘણા ક્રિકેટર્સે ટ્વીટ કરીને હરલીનની પ્રશંસા કરી હતી.
A fantastic piece of fielding 👏
— England Cricket (@englandcricket) July 9, 2021
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
મહિલા ટીમની 'ક્વૉલિટી ઓફ ક્રિકેટ' અંગે ચર્ચા
ઈન્ડિયાની મહિલા ટીમે ટેસ્ટ મેચથી લઈને T-20 સિરીઝ સુધી પોતાનું બેસ્ટ આપ્યું છે. ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું હતું. એ મેચમાં સ્મૃતિ મંધાનાએ અશક્ય હોય એવો કેચ ડાઇવ મારીને પકડ્યો હતો, જેની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી હતી. એવી જ રીતે પહેલી T-20 મેચમાં હરલીન દેઓલે પણ સુપરવુમનની જેમ ફ્લાઇંગ કેચ પકડીને દર્શકોનાં દિલ જીતી લીધાં છે.
દિગ્ગજ ક્રિકેટર્સે પણ હરલીનના કેચની પ્રશંસા કરી
હરલીને ઇંગ્લેન્ડની ઇનિંગની 19મી ઓવરમાં એમી જોન્સનો બાઉન્ડરીલાઇન પર પ્રશંસનીય કેચ પકડ્યો હતો. હરલીનના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. હરભજને કેચનો વીડિયો શેર કરીને પ્રશંસનીય કેચ પકડ્યો હોવાની વાત કરી હતી.
That was a brilliant catch @imharleenDeol. Definitely the catch of the year for me!pic.twitter.com/pDUcVeOVN8
— Sachin Tendulkar (@sachin_rt) July 10, 2021
સચિન તેન્ડુલકરઃ ટીમ ઈન્ડિયાના માસ્ટરબ્લાસ્ટર તેન્ડુલકરે આને કેચ ઓફ ધ યર જણાવ્યો હતો. આની પહેલાં મેં ક્યારે પણ કોઇને આવો કેચ પકડતા જોયા નથી.
T-20 સિરીઝની પહેલી મેચ ઇંગ્લેન્ડની ટીમે જીતી
વરસાદના વિઘ્ને આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમનું પલડું ભારે રહ્યું હતું. તેણે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 177 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાને બેડ વેધર અને વરસાદને કારણે ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે 8.4 ઓવરમાં 73 રન બનાવવાના હતા, પરંતુ ઈન્ડિયન ટીમ આ મેચમાં 3 વિકેટના નુકસાને માત્ર 54 રન બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયા સિરીઝની પહેલી મેચ 18 રનથી હારી ગઈ હતી.
ઇંગ્લિશ ખેલાડી નતાલી શાઈવર અને જોન્સની શાનદાર ઈનિંગ
ઈંગ્લિશ ખેલાડી નતાલી શાઇવર અને એમી જોન્સે આક્રમક ઈનિંગ રમી હતી. શાઇવરે 27 બોલ પર 55 રન તથા જોન્સે 43 રનોની આક્રમક ઇનિંગ રમી હતી.
મંધાનાનો ફ્લાઇંગ કેચ વાઇરલ
ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચને 4 વિકેટે જીતી લીધી હતી, જેમાં ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન દીપ્તિ શર્માની ઓવરમાં નટાલી સ્કિવેરે સ્ટેપ આઉટ કરીને લોફ્ટેડ શોટ માર્યો હતો. મિડવિકેટના આ શોટને પકડવા માટે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતે દોડ લગાવી હતી. આ કેચ પકડવો લગભગ અશક્ય હતો, એવામાં સ્મૃતિ મંધાનાએ ડાઇવ લગાવીને કેચ પકડી લીધો હતો.
સ્મૃતિ મંધાનાનો આ કેચ જોઇને બધા અચંબિત થઈ ગયા હતા. તેના કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, દરેક ફેન આ કેચની પ્રશંસા કરી રહ્યા છે.
સ્મૃતિના બેટિંગ-ફિલ્ડિંગ સ્ટેટ્સ
ફોર્મેટ | મેચ | ઈનિંગ | રન | હાઇએસ્ટ | એવરેજ | 100s | 50s | 4s | 6s |
w ટેસ્ટ | 3 | 5 | 167 | 78 | 33.40 | 0 | 2 | 29 | 0 |
w ODI | 59 | 59 | 2253 | 135 | 41.72 | 4 | 18 | 281 | 28 |
w T-20I | 78 | 76 | 1782 | 86 | 25.45 | 0 | 12 | 233 | 32 |