IPL મેગા ઓક્શન શરૂ થઇ ગયું છે. આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. IPL ગવર્નીંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
આ ખેલાડીઓની વેલ્યુ વધી:
શ્રેયસ ઐયર:
અત્યાર સુધીમાં 10 ખેલાડીઓ વેચાઈ ગયા છે. સૌથી વધુ બોલી શ્રેયસ ઐયરની લાગી છે. તે સૌથી પહેલા 10 કરોડી ખેલાડી બની ગયો છે. તેને 12.25 કરોડમાં કોલકાતા નાઈટ રાઈડર્સએ ખરીદ્યો છે. IPL 2021માં દિલ્હી કેપિટલ્સમાં શ્રેયસ ઐયરની સેલરી 7 કરોડ હતી. ઐયરને ખરીદવા માટે KKRઉપરાંત RCB, લખનૌ, ગુજરાત, દિલ્હીએ બોલી લગાવી હતી.
શિખર ધવન:
IPL દરમ્યાન સૌથી પહેલી બોલી શિખર ધવનની લાગી હતી. જેને 8 કરોડ 25 લાખમાં પંજાબ કિંગ્સએ ખરીદ્યો હતો. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીનો હિસ્સો રહેલા ધવનની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી.
મોહમ્મદ શમી:
2 કરોડ બેઝ પ્રાઈઝ વાળા મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો છે. પંજાબ કિંગ્સમાં તેની સેલરી 4.80 કરોડ રૂપિયા હતી. શમી પર RCBએ બોલી શરૂ કરી હતી ત્યારબાદ ગુજરાત લખનૌ, કોલકાતાની ટીમો પણ રેસમાં કુદી પડી હતી. આખરે ગુજરાતે બાજી મારી હતી.
ક્વિનટન ડીકોક:
વિકેટકીપર ક્વિનટન ડીકોકને 6.75 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સએ ખરીદ્યો છે. લખનૌ, ચેન્નાઈ, મુંબઈએ બોલી લગાવી હતી. બાજી નવી ટીમને ફાળે ગઈ. મુંબઈ ઇન્ડિયન્સમાં ડીકોકને 2.80 કરોડ રૂપિયા સેલરી મળતી હતી. ડીકોકની વેલ્યુમાં 141%નો વધારો થયો છે.
ફાફ ડૂ પ્લેસીસ:
આફ્રિકાના પૂર્વ કપ્તાન ફાફ ડૂ પ્લેસીસને 7 કરોડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ખરીદ્યો છે. ડૂ પ્લેસીસને ટીમ કેપ્ટન પણ બનાવી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સમાં ફાફ ડૂ પ્લેસીસની સેલરી 1.60 કરોડ હતી. તેના પર RCB ઉપરાંત દિલ્હી એ પણ બોલી લગાવી હતી. તેની વેલ્યુ 337 % વધી ગઈ છે.
કગિસો રબાડા:
આફ્રિકી પેસર કગિસો રબાડાને પંજાબ કિંગ્સએ 9.25 કરોડમાં ખરીદ્યો છે. તેના પહેલા દિલ્હી કેપિટલ્સ પાસેથી તેને 4.20 કરોડ રૂપિયા મળતા હતા. તેમની વેલ્યુ 120 % વધી ગઈ છે.
દેવદત્ત પડીક્કલ
યંગ ઓપનર દેવદત્ત પડીક્કલ પર ચેન્નાઈ અને બેન્ગ્લુરુંએ બોલી લગાવવાની શરૂઆત કરી હતી. 2 કરોડની બેઝ પ્રાઈઝ વાળા પડીક્કલની બોલી 2 સેકંડમાં જ 4 કરોડની કિંમતને પાર કરી ગઈ હતી. CSK અને RCB બાદ રાજસ્થાન અને મુંબઈએ પણ તેને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. આખરે પડીક્કલને રાજસ્થાન રોયલ્સએ 7.75 કરોડમાં ખરીદ્યો હતો.
હર્ષલ પટેલ:
હર્ષલ પટેલને 10.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ગયા વર્ષે તેમની સેલરી 20 લાખ રૂપિયા હતી. એટલે કે આ યુવા ખેલાડીની પ્રાઈઝ મનીમાં 53 %નો વધારો થયો છે.
નીતીશ રાણા:
ઘરેલું ક્રિકેટર નીતીશ રાણાને KKR દ્વારા 8 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. રાણાની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતી. ગત વર્ષે તેની સેલરી 3.40 કરોડ હતી.
આ ખેલાડીઓની કિંમત ઘટી
ડેવિડ વોર્નર:
ઓસ્ટ્રેલીયન ઓપનર ડેવિડ વોર્નર પર દિલ્હી અને ચેન્નાઈએ બોલી લગાવવાની શરૂઆત કરી હતી. દિલ્હી કેપિટલ્સએ 6.25 કરોડમાં ખરીદ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદમાં વોર્નરને 12.50 કરોડ મળતા હતા. તેની વેલુ 50% ઘટી ગઈ છે.
મનીષ પાંડે:
1 કરોડના બેઝ પ્રાઈઝ વાળા મનીષ પાંડે પર દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌએ બોલી લગાવવાની શરૂઆત કરી હતી. આખરે લખનૌએ 4.60 કરોડમાં મનીષને ખરીદ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદમાં પાંડેની સેલરી 11 કરોડ રૂપિયા હતી. તેમના પર ઘણીવાર સેલ્ફીશ રમવાના આરોપો લગતા રહ્યા છે. એટલે કદાચ તેને આવખતે મોટી રકમ ન મળી શકી અને તેની વેલ્યુ 58 % ઘટી ગઈ.
આર અશ્વિન:
IPL 2021માં અશ્વિનની સેલરી 7 કરોડ 60 લાખ હતી. 2022ના મેગા ઓક્શનમાં તેને 5 કરોડમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે.
પૈટ કમીંસ:
પૈટ કમીંસને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો છે. કમીંસને KKRએ 15.50 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આ વખતે તેની સેલરી 50% ઘટી ગઈ છે.
રોબીન ઉથપ્પા:
રોબીન ઉથપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સે બેઝ પ્રાઈઝ 2 કરોડમાં ખરીદ્યો છે. ગત વર્ષે તેઓ આ ટીમનો જ ભાગ હતા. તે સમયે તેમણે 3 કરોડ સેલરી મળતી હતી.