ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના મેગા ઓક્શન પહેલા આજે મોટો દિવસ છે. IPLની તમામ ટીમોની રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી ગયું છે. દરેક ટીમે પોતાના ખેલાડીઓના નામ 30 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાના હતા, જે છેલ્લી તારીખ હવે પૂર્ણ થઈ ગઈ છે.
ચેન્નાઈએ મહેન્દ્ર સિંહ ધોનીને 12 કરોડ સાથે ટીમમાં જાળવી રાખ્યો છે. ચેન્નાઈએ રવિન્દ્ર જાડેજાને 16 કરોડમાં રિટેન કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર મોઈન અલીને 8 કરોડમાં રિટેન કર્યો છે. ચેન્નાઈએ સુરેશ રૈના, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરને ચેન્નઇ સુપર કિંગ્સે છોડી દીધા.
સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમસન (14 કરોડ)ને પસંદ કર્યો છે. આ સિવાય અનકેપ્ડ અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને ચાર-ચાર કરોડમાં પસંદ કરવામાં આવ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને કહ્યું- રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ) અને કિરોન પોલાર્ડને (6 કરોડ) રેટિન કરવામાં આવ્યા છે.
બેંગ્લોરે વિરાટ કોહલીને રૂ.15 કરોડ અને ગ્લેન મેક્સવેલને રૂ.11 કરોડ રિટેન કર્યા છે અને મોહમ્મદ સિરાજને 7 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. દેવદત્ત પડિકલ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલને બેંગ્લોર ટીમમાં તક મળી નથી.
રાજસ્થાન રૉયલ્સે કેપ્ટન સંજુ સેમસનને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જોસ બટલરને 10 કરોડમાં રિટેન કર્યો છે ત્યાં જ યશસ્વી જાયલવાલ 4 કરોડમાં રિટેન થયો છે.
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12 કરોડ રૂપિયા આપીને રિટેન કર્યો છે ત્યાં જ અર્શદીપ સિંહને 4 કરોડમાં રિટેન કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને 16 કરોડમાં રિટેન કર્યો છે. ત્યાં જ અક્ષર પટેલ 9 કરોડ, પૃથ્વી શટ 7.50 કરોડ, એનરિચ નાર્ત્ઝેને 6.50 કરોડમાં રિટેનમ કર્યો છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે સુનીલ નરેન (6 કરોડ), આંદ્રે રસેલ (12 કરોડ), વરૂણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ ઐય્યર (8 કરોડ)માં રિટેન કર્યો છે.
– જૂની આંઠ ટીમો પાસે મેગા ઓક્શન પહેલા 4 ખેલાડીઓને રિટેન કરવાની તક હશે. જેમાથી વધુમાં વધુ 3 ભારતીય ખેલાડી અને વધુમાં વધુ 2 વિદેશી ખેલાડી હોઇ શકે છે. જોકે કુલ ખેલાડીઓની સંખ્યા ચાર હશે.
– લખનઉ અને અમદાવાદની ટીમો આ વખતે નવી છે, જેમને આગામી કેટલાક દિવસોમાં ત્રણ એવા ખેલાડીઓની યાદી સોંપવાની રહેશે જેમને તેઓ મેગા ઓક્શન પહેલા પોતાની સાથે જોડી રહ્યા છે.
– જો કોઇ ટીમ ચાર ખેલાડીઓને પોતાની સાથે જોડે છે તો તેમને 42 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરવાના રહેશે. મેગા ઓક્શ મટે કોઇ પણ ટીમના પર્સમાં 90 કરોડ રૂપિયા રહેશે.
ચાર ખેલાડીઓને રિટેન કરવાની કિંમત
પ્રથમ ખેલાડી – 16 કરોડ
બીજો ખેલાડી – 12 કરોડ
ત્રીજો ખેલાડી – 8 કરોડ
ચોથો ખેલાડી – 6 કરોડ
ત્રણ ખેલાડીઓને રિટેન કરવાની કિંમત
પ્રથમ ખેલાડી – 15 કરોડ
બીજો ખેલાડી – 11 કરોડ
ત્રીજો ખેલાડી – 7 કરોડ
બે ખેલાડીઓને રિટેન કરવાની કિંમત
પ્રથમ ખેલાડી – 14 કરોડ
બીજો ખેલાડી – 10 કરોડ
એક ખેલાડીને રિટેન કરવાની કિંમત
ખિલાડી – 14 કરોડ
અનકેપ્ડ ખેલાડી
4 કરોડ રૂપિયા પ્રતિ ખેલાડી