રેસકોર્સની ઓએસીસ સંસ્થા સાથે સંકળાયેલી બીએની વિદ્યાર્થીનીએ ખરેખર આપઘાત કર્યો છે કે તેનું મર્ડર થયું છે? તેને લઇ રહસ્યના વમળો સર્જાયા છે.
વેક્સિન ગ્રાઉન્ડમાં બંને હવસખોરો યુવતી સાથે હેવાનિયત આચરતા હતા, ત્યારે એકબીજા સાથે હિંદીમાં વાતચીત પણ કરતા હતા. જેમાં એક હવસખોર એવું કહેતો હતો કે, ઈસ કો ઐસી હી માર ડાલેગા ક્યાં, યે લે ચાકુ માર ડાલ ઈસે. આના પરથી આરોપીઓ પાસે ચાકુ પણ હતું, તેવું કહી શકાય. બેમાંથી એક અથવા બંને નરાધમ યુવતીને ઓળખતા હોઈ તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે, તેઓ યુવતીને તેના નામ સાથે બોલાવતા હતા. બંને નરાધમો યુવતીને ખેંચી ઝાડીઓમાં લઈ ગયા હતા, ત્યારે યુવતીએ તેમની ચુંગલમાંથી છુટવા ધમપછાડા કર્યા હતા. તે વખતે એક આરોપીએ ઐસે કૈસે છોડ દે, પહેલે અપના કામ તો નીપટા લે, તેવું બોલ્યો હતો. જ્યારે બીજાએ હાં હા ઐસી હી મર જાયેગી, મૌકા ભી અચ્છા હૈ, ઓર અંધેરા ભી સાથે દે રહા હે, તેમ કરી તેના સાથીની વાતમાં સુર પુરાવ્યો હતો. યુવતીએ હેવાનોની સકંજામાંથી છુટવા ફરી પ્રયાસો કરતાં એક આરોપીએ યે કુછ જ્યાદા હી ઉછલ કુદ રહી હે, ત્યારે બીજાએ હાં મે ઈસે બડે અચ્છે સે જાનતા હું, તે છોકરીનું નામ બોલી કહે છે, જ્યાદા ઉછલના બંધ કર નહીં તો જાન ગવાયેગી. આરોપી એવું પણ કહે છે કે, ઈસ કી લાશ કો ઈધર હી ફેંક દેંગે, યા ગાડી કે આગે ધકેલ દેંગે તો એક્સિડન્ટ લગેગા, ઈસ કે જાન પહેચાન વાલે ઈધર હી હૈ લે જાયે ગે. આરોપીઓના આ વાતચીત પરથી એવુ લાગે છે કે, તેમની યુવતીની હત્યા કરવા સુધીની તૈયારી હતી. જોકે, બસ ડ્રાઈવર આવી જતાં જે તે વખતે યુવતીનો જીવ બચી ગયો હતો.
આપઘાતની તપાસ DYSP સુરત ડિવિઝનને સોંપાઇ
ટ્રેનમાં આપઘાત પ્રકરણની તપાસ સુરત ડિવિઝનના ડીવાયએસપીને સોંપવાનો હુકમ આજે રેલવે એન્ડ સીઆઇડી ક્રાઇમના આઇજીએ કર્યો હતો. આ બનાવની તપાસ અગાઉ વલસાડ સીપીઆઇ કરતા હતા. આપઘાતની તપાસ દરમિયાન જ યુવતી ઉપર ગેંગરેપ થયો હોવાની વાત પ્રકાશમાં આવી હતી. નવસારીની યુવતીએ કરેલા આપઘાત અંગે વલસાડ પોલીસે એડી દાખલ કરી તપાસ કરતાં યુવતીના થેલામાંથી ડાયરી મળી હતી. જેમાં 84 પાના લખ્યા હતા. જે પૈકી છેલ્લા ચાર પાનામાં યુવતીએ વડોદરામાં તેની સાથે દુષ્કૃત્ય થયુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના 11 દિવસ બાદ અકસ્માત મોતની તપાસ ડીવાયએસપી બી.એસ.જાદવને સોંપવાનો હુકમ આજે આઇજી સુભાષ ત્રિવેદીએ કર્યો હતો.
યુવતી બનાવ પહેલા સંસ્થાની ચાંદોદ શાખામાં ગઈ હતી
ચાંદોદના રિક્ષા ચાલક અને ઓએસિસના ચીફ કો.ઓર્ડિનેટરને પોલીસે પૂછપરછ માટે ઉઠાવ્યા વડોદરા શહેરના વેક્સિન ઈન્સ્ટિટયૂટના કથિત ગેંગ રેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની ચાંદોદ શાખાના ચીફ કોર્ડિનેટર અને સ્થાનિક રિક્ષા ચાલકની પોલીસ પૂછપરછ કરી રહી છે. રિક્ષા ચાલક 30 સપ્ટેમ્બર અને ચાંદોદનો ચીફ કોર્ડિનેટર 4 તથા 14 નવેમ્બરે વડોદરામાં હતાં? આ ઉપરાંત પીડિતાએ પણ આ ઘટના પહેલાં ચાંદોદની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકો શંકમદ છે? આ કેસ સાથે બંનેનું શું કનેક્શન? તે મુદ્દે પોલીસ સત્તાવાર કહેવા રાજી નથી.
મૃતક યુવતીની ડાયરીમાં કથિત ગેંગરેપનો ઘટસ્ફોટ
ઉત્તર પ્રદેશની 19 વર્ષની યુવતીએ ગત તા.3જીએ ટ્રેનમાં આપઘાત કર્યો હતો. મૃતક યુવતીની ડાયરીમાં વેક્સિન ઈન્સ્ટિટયૂટ સંકુલમાં બનેલા કથિત ગેંગ રેપનો ઘટસ્ફોટ થયો હતો. વલસાડ રેલવે પોલીસ અકસ્માત મોતની તપાસ કરી રહી છે. દરમિયાન ઓએસિસ સંસ્થાની ચાંદોદ શાખા ચર્ચામાં આવી છે. આ કેસમાં પોલીસે ચાંદોદની શાખાના ચીફ કોર્ડિનેટર અને સ્થાનિક રિક્ષા ચાલકને પૂછપરછ માટે ઉઠાવ્યાં છે. રિક્ષા ચાલક ગત તા.30 સપ્ટેમ્બરે અને ચીફ કોર્ડિનેટર ગત 4 અને ગત 14 નવેમ્બરે વડોદરામાં હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. સ્થાનિક રિક્ષા સંસ્થાના કામ માટે ઉપયોગ કરાતો હોવાનું કહેવાય છે. સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે, પીડિતા એકાદ વર્ષ અગાઉ આ સંસ્થાની ચાંદોદ શાખામાં કામ કરતી હતી. યુવતી તે સમયે પણ સાયકલનો ઉપયોગ કરતી હતી. ગેંગ રેપ અને આપઘાતના બનાવના ગણતરીના દિવસો પહેલાં પણ યુવતીએ ચાંદોદની મુલાકાત લીધી હતી. બીજી તરફ, આ પ્રકરણ સહિત બંને યુવકોની પોલીસ કેમ પૂછપરછ કરી રહી છે? આ કેસમાં પોલીસને કોઈ મહત્ત્વની કડી મળી છે? બંને યુવકોને વડોદરા લવાયા છે? જેવા સવાલો હોવાછતાં પોલીસ મગનું નામ મરી ��ાડતી નથી.