કેરીને આમ તો ફળોનો રાજા કહેવાય છે પરંતુ ફળોની મહારાણી કોણ છે? મધ્યપ્રદેશના કાઠિયાવાડ વિસ્તારમાં થનાર એક ખાસ કેરીને તમે ફળોની મહારાણી કહી શકો છો, કારણ કે તેનું નામ ‘નૂરજહાં’ છે. આ વેરાયટીની એક કેરીની કિંમત 1000 રૂપિયા સુધી હોઇ શકે છે.
આ કેરીની જાત મધ્યપ્રદેશના કાઠિયાવાડ વિસ્તારમાં અલજીરાજપુરા જિલ્લામાં જ થાય છે, જે ગજરાતને અડીને આવેલ વિસ્તાર છે. આ ઇન્દોરથી અંદાજે 250 કિલોમીટર દૂર છે.
એક ખેડૂતે કહ્યું કે ‘નૂરજહાં’ એક કેરીનો ભાવ 500 રૂપિયાથી 1000 રૂપિયા છે. આ વર્ષે આ પાકનું ઉત્પાદન સારું થયું છે. પીટીઆઈના મતે કાઠિયાવાડના એક ખેડૂત ઉત્પાદક શિવરાજ સિંહ જાધવે કહ્યું કે મારા બગીચામાં નૂરજહાં કેરીના ત્રણ આંબા છે. જેમાં અંદાજે 250 ગ્રામ કેરીનું ઉત્પાદન થાય છે. આ એક કેરીનો ભાવ 500 થી 1000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટે પહેલેથી જ બુકિંગ થઇ ગયું છે.
કેટલું વજન છે?
તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાંક કેરી રસિયાઓ પ્રી બુકિંગ કરાવી દે છે. તેમણે કહ્યું કે આ વર્ષે એક નૂરજહાં કેરીનું વજન 2 થી 3.5 સુધી છે.