રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવા અને શક્તિશાળી ભારતને લઇ જવાબ નિવેદન આપતા પાકિસ્તાન બરાબરનું ગિન્નાયું છે. પાકિસ્તાને કહ્યું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન ખૂબ જ બેજવાબદાર અને ઉશ્કેરણીજનક છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તેમના દેશ ભારતની ‘આક્રમકતા’નો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પાકિસ્તાને એમ પણ કહ્યું કે તેઓ જવાબદારીપૂર્વક કામ કરે અને શાંતિને પ્રોત્સાહન આપશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તે ભારતના રક્ષા મંત્રીના પાકિસ્તાનને ધમકી આપતા બેજવાબદાર, ઉશ્કેરણીજનક અને પાયાવિહોણા નિવેદનને નકારી કાઢે છે. આ પહેલા રાજનાથ સિંહે ઈમરાન સરકાર વિરુદ્ધ ખૂબ જ કડક નિવેદન આપતા કહ્યું હતું કે, “પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરશે પરંતુ અમે તેમને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે અમે જડબાતોડ જવાબ આપીશું.”
પાકિસ્તાન કોઈપણ આક્રમક કાર્યવાહી સામે રક્ષણ માટે તૈયાર
ઉત્તરાખંડના પિથોરગઢમાં આપેલા પોતાના ભાષણમાં રાજનાથ સિંહે કહ્યું કે આ એક નવું અને શક્તિશાળી ભારત છે. રાજનાથના આ નિવેદનથી પાકિસ્તાન વિદેશ મંત્રાલય ગુસ્સે ભરાયું છે. તેણે કહ્યું કે એક તરફ રાજનાથનું નિવેદન ભ્રામક છે, જ્યારે તે તેના પડોશીઓ પ્રત્યે ભારતની દુશ્મનાવટ દર્શાવે છે. વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાન કોઈપણ આક્રમક કાર્યવાહીથી રક્ષા કરવા માટે તૈયાર છે
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે અને તેણે કોઈ દેશ પર હુમલો કર્યો નથી. ભારતે ક્યારેય વિદેશી જમીન પર કબજો કર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો ભારતની સંસ્કૃતિમાં છે પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી. પાકિસ્તાને અમને ચેતવણી આપી હતી કે ભારત તેની જમીન કે ક્ષેત્રમાં ઘૂસવાની હિંમત નહીં કરે, પરંતુ અમે સર્જિકલ સ્ટ્રાઈક કરીને બતાવ્યું કે અમે તે કરી શકીએ છીએ.